Friday, March 29, 2024
Homeસુરત : 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12ની શાળા શરૂ : DEOનું...
Array

સુરત : 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12ની શાળા શરૂ : DEOનું સરપ્રાઇઝ ચેકિંગ : SOP નહીં તો દંડની કાર્યવાહી.

- Advertisement -

11 જાન્યુઆરીને સોમવારથી ધોરણ-10 અને 12ની શાળા શરૂ થઈ રહી છે. તેવામાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ વેબિનારથી આચાર્યોને શિક્ષણ બોર્ડની શાળા શરૂ કરવાની એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો છે. તે સાથે જિલ્લા શિક્ષણાધિકારીએ ચાર ઇઆઇ અને ચાર એડીઆઇની ટીમ બનાવી છે અને તેને સોમવારથી શાળામાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો આદેશ કર્યો છે. અહીં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ જણાવ્યું છેકે, શાળા એસઓપીનું પાલન નહીં કરતી હશે તો તેને નોટિસ આપીને ખુલાસો પુછાશે. તે પછી તપાસ કરીને શાળાને પેનલ્ટી આપવા સુધીની કાર્યવાહી કરાશે. DEO કહે છે કે કોઈ શાળા એસઓપીનું પાલન નહીં કરતી હોય તો વાલીઓ પુરાવા સાથે ઇમેલથી ફરિયાદ કરી શકશે. તેની સાથે શૈક્ષણિક સંઘોની સાથે આચાર્ય સાથે વેબિનારથી બેઠક કરી એસઓપીનું પાલનનો આદેશ કરાયો છે.

VNSGUની 350 કોલેજો 11મીથી શરૂ

યુનિ.એ 1 જાન્યુઆરીથી કોલેજો અને ડિપાર્ટમેન્ટોને શરૂ કરવા આદેશ કર્યો છે. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટો અને કોલેજોને કહ્યું છે કે 11 જાન્યુઆરીથી એસઓપીનું પાલન કરીને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરી શકાશે. શાળાની જેમ જ કોલેજો અને ડિપાર્ટમેન્ટોની એસઓપી છે. કોલેજો અને ડિપાર્ટમેન્ટોએ ઓફલાઇનની સાથે ઓનલાઇન એજ્યુકેશન પણ આપવાનું રહેશે. તે સાથે વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઇઝરની વેલકમ કીટ પણ અપાશે.યુનિ.એ 1 જાન્યુઆરીથી કોલેજો અને ડિપાર્ટમેન્ટોને શરૂ કરવા આદેશ કર્યો છે. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટો અને કોલેજોને કહ્યું છે કે 11 જાન્યુઆરીથી એસઓપીનું પાલન કરીને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરી શકાશે. શાળાની જેમ જ કોલેજો અને ડિપાર્ટમેન્ટોની એસઓપી છે. કોલેજો અને ડિપાર્ટમેન્ટોએ ઓફલાઇનની સાથે ઓનલાઇન એજ્યુકેશન પણ આપવાનું રહેશે. તે સાથે વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઇઝરની વેલકમ કીટ પણ અપાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular