સ્ટેટ બેંકમાં ખાતેદારો મીનીમમ બેલેન્સ નહીં રાખે તો પેનલ્ટી

0
23

નવી દિલ્હી તા.18
દેશની સરકારી ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક ખાતાઓમાં ન્યુનતમ બેલેન્સ રાખવાનો નિયમ અમલી બનાવ્યો છે અને તેમ નહીં કરનારા ગ્રાહકોને પેનલ્ટી ઝીંકવામાં આવશે. બેંક દ્વારા નિયમોની વિગતો જારી કરવામાં આવી છે. ગ્રામ્ય-શહેરો તથા મહાનગરો માટે પેનલ્ટીના દર અલગ-અલગ રાખવામાં આવ્યા છે.
સ્ટેટ બેંક દ્વારા તાજેતરમાં બચતખાતામાં એક લાખથી ઓછી રકમ પરનું વ્યાજ ઘટાડીને 3.25 ટકા કર્યુ હતું. 1લી નવેમ્બરથી વ્યાજ ઘટાડવામાં આવ્યું હતું.


સ્ટેટ બેંકના ન્યુનતમ બેલેન્સ નિયમો પર નજર કરવામાં આવે તો મેટ્રો તથા શહેરી વિસ્તારોની બ્રાંચોમાં બચતખાતા ધારકે પોતાના ખાતામાં 3000ની બેલેન્સ રાખવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. જયારે સેમીઅર્બન બ્રાંચ માટે રૂા.2000 તથા ગ્રામ્ય વિસ્તારોમાં રૂા.1000ની મીનીમમ બેલેન્સ રાખવાનું ફરજીયાત છે. સ્ટેટ બેંકના ખાતાધારકે ન્યુનતમ બેલેન્સ ન રાખે તો અર્બન અને શહેરી વિસ્તારોમાં રૂા.10થી15 વતા જીએસટીના ધોરણે પેનલ્ટી લાગુ પડશે.
સેમીઅર્બન બ્રાંચોમાં પેનલ્ટીની આ રકમ રૂા.7.50 થી રૂા.12 વતા જીએસટી થશે. જયારે ગ્રામ્ય વિસ્તારોના ખાતાધારકો માટે રૂા.5થી10 વતા જીએસટી પેનલ્ટી રૂપે વસુલશે. સ્ટેટ બેંક દ્વારા સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 3011.73 કરોડનો નફો દર્શાવ્યો હતો તે અત્રે ઉલ્લેખનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here