રાજકોટ : CP : માસ્ક પહેર્યા વિના જાહેર જગ્યા પર સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તો ફટકારવામાં આવશે દંડ

0
9

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે માસ્ક પહેર્યા વગર જાહેર જગ્યા પર સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં વાઇરલ કરશો તો દંડ ફટકારવામાં આવશે. પોલીસ કમિશનરે ફરજિયાત માસ્કની અમલવારી કરાવવા સાયબર સેલની ટીમ એક્ટિવ કરવામાં આવી છે. તેમજ આઇવે પ્રોજેક્ટ હેઠળ માસ્ક પહેર્યા વગર જણાશો તો ઘરે ઇ-મેમો આવી જશે. 

જાહેર રસ્તા પર માસ્ક પહેર્યા વગર નીકળનાર 324 લોકો પાસેથી દંડ વસુલાયો

જાહેરમાં અને રસ્તા પર માસ્ક પહેર્યા વગર નીકળનારા લોકો પાસેથી અત્યાર સુધી કોર્પોરેશન અને કલેક્ટ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવતી હતી. પરતું હવે આ કાર્યવાહી પોલીસને પણ સોંપી છે. આથી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં અલગ અલગ જગ્યા પર આજે ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા 324 લોકો પાસેથી 64800નો દંડ વસુલવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here