Thursday, April 18, 2024
Home60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને બેઝિક ફેરમાં 50%ની છૂટ, 7...
Array

60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને બેઝિક ફેરમાં 50%ની છૂટ, 7 દિવસ પહેલાં બુકિંગ જરૂરી

- Advertisement -

નુકસાનમાં ચાલી રહેલી એર ઈન્ડિયાએ સિનિયર સિટિઝન્સને ટિકિટમાં 50% છૂટ આપવાની જાહેરાત કરી છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આ ડિસ્કાઉન્ટ મળશે. એવિએશન મિનિસ્ટ્રીએ બુધવારે આ સ્કીમની જાણકારી આપી, જેના માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે, જેમ કે જે દિવસે યાત્રા કરવાની છે તેના ઓછામાં ઓછા 7 દિવસ પહેલાં ટિકિટ બુકિંગ જરૂરી છે.

આ સ્કીમ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે જ છે. ચેકઈન સમયે વેલિડ આઈડી ન દેખાડવા પર બેઝિક ભાડું રદ કરવામાં આવશે અને રિફંડ પણ નહીં મળે. એર ઈન્ડિયાની વેબસાઈટ પર આ સ્કીમની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

આખરે કઈ રીતે થશે એર ઇન્ડિયાની હરાજી?

યાત્રા કરનારા ભારતીય નાગરિક હોવા જોઈએ અને તેમની ઉંમર 60 વર્ષ થઈ ગઈ હોય.
કાયદેસરનો ફોટો-આઈડી સાથે હોવો જરૂરી, જેમાં જન્મ તારીખ પણ હોય.
ઈકોનોમી કેબિનમાં બુકિંગ કેટેગરીના મૂળ ભાડાના 50 ટકા આપવું પડશે.
ભારતમાં કોઈપણ સેક્ટરની યાત્રા માટે આ ઓફર કાયદેસરની હશે.
આ ઓફર ટિકિટ જાહેર કરવાની તારીખથી એક વર્ષ સુધી લાગુ હશે.

એર ઈન્ડિયા તરફથી આ પ્રકારની સ્કીમ પહેલાં પણ શરૂ કરાઈ હતી, હવે સરકારે એની મંજૂરી આપી દીધી છે.

એરલાઈન્સ પર 60 હજાર કરોડથી વધુનું દેવું
નુકસાનમાં ચાલી રહેલી એર ઈન્ડિયા પર 60 હજાર કરોડથી વધુની રકમનું દેવું છે. સરકાર એર ઈન્ડિયાને વેચવા માગે છે. ગત દિવસોમાં તેને લઈને બોલી પણ બોલાવવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular