અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી યથાવત્ રહેતાં સળંગ છઠ્ઠા દિવસે 37 ડિગ્રીથી વઘુ તાપમાન નોંધાયું હતું. હજુ એક સપ્તાહ તાપમાન 37 ડિગ્રીથી વઘુ જ રહે તેવી સંભાવના છે.
આજે 37.2 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. દિવસ દરમિયાન આકરા તાપથી લોકો ત્રસ્ત થયા હતા. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસમાં તાપમાન 38 ડિગ્રીને પાર જઇ શકે છે. આમ, દિવાળીના તહેવારોમાં પણ ગરમીથી રાહત મળવાની સંભાવના નહિવત્ છે.
સોમવારે રાત્રિએ અમદાવાદમાં 24.5 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હાલની સ્થિતિ પ્રમાણે પાંચ નવેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. દરમિયાન આજે 39.7 ડિગ્રી સાથે ડીસામાં સૌથી વઘુ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 39 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
શહેર | તાપમાન |
ડીસા | 39.7 |
રાજકોટ | 39.0 |
ભુજ | 37.8 |
અમદાવાદ | 37.2 |
અમરેલી | 37.0 |
શહેર | તાપમાન |
વડોદરા | 37.0 |
ગાંધીનગર | 37.0 |
છોટા ઉદેપુર | 36.0 |
સુરત | 35.6 |
ભાવનગર | 35.2 |