કચ્છ : મુન્દ્રા : આસમાનને આંબતા ફળના ભાવ ને કારણે લોકોને મીઠા ફળ લાગી રહ્યા છે ખાટા.

0
22

કચ્છ : મુન્દ્રા : આસમાનને આંબતા ફળના ભાવ ને કારણે લોકોને મીઠા ફળ ખાટા લાગી રહ્યા છે. કોરોના ના સંક્રમણ વચ્ચે ફળ ફળાદીના અસહ્ય ભાવ વધારાથી લોકોની હાલાકી વધી છે. તેવામાં કોરોનાના દર્દીઓને ખાટા રસ વાળા ફળો ખાવા અને ખાટા ફળનો જ્યુસ પીવા માટે ડોક્ટરોની ભલામણ હોય છે. એટલે મોંઘા ભાવે પણ વિટામિન સી આપતા ફળ ફળાદી ખરીદવા કોરોનાના દર્દીઓ માટે જરૂરી બની જાય છે. પરંતુ બીજી બાજુ વિટામિન સી આપતા ફળોની ઉંચી કિંમત ચૂકવી સામાન્ય જનતા માટે દુષ્કર બનવા પામી રહ્યું છે.

મુન્દ્રાની શાકમાર્કેટમાં મોસંબી 1કિલોના 120 થી 130 રૂપિયા, સંતરા 1 કિલોના 100 થી 110 રૂપિયા, લીંબુ 1 કિલોના 120 થી 130 રૂપિયા, સફરજન 1 કિલોના 240 થી 250 રૂપિયા તો લીલા નારિયેળ 40 થી 50 રૂપિયા જેવી ઉંચી કિંમત વસુલ કરવામાં આવી રહ્યાની બુમ લોકોમાં ઉઠી છે. કોરોનાની મહામારી તેવામાં લોકડાઉન વચ્ચે પીસાતા સામાન્ય માનવીનું જીવવું દુષ્કર બની રહ્યું છે. લોકોને લૂંટતા ફળ ફળાદીના ભાવ અંકુશમાં રાખવા તંત્ર જરૂરી પગલાં ભરે એવી મિટ નગરજનો રાખી રહયા છે.

 

રિપોર્ટર : રાજેન્દ્ર કુબાવત, CN24NEWS, મુન્દ્રા, કચ્છ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here