અમદાવાદ : ઘાતક વાયરસ સામે લોકો બેદરકાર..! GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ઉમટ્યા યુવકો

0
0

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા યુવકો પર કાર્યવાહી કરવામાં આવી છે. તમામના વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.

કોરોના ઘાતક વાઇરસનો જાણે કોઈ ડરના હોય તેમ મોટી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા પહોંચ્યા હતા. ક્રિકેટ રમવા આવેલા યુવકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા.

શનિવાર અને રવિવારે વહેલી સવારથી ક્રિકેટ રમવા ભેગા થાય છે. ત્યારે રવિવારે 200થી વધુ ક્રિકેટ રસિકો ક્રિકેટ મેચ રમતા દેખાયા છતાં પોલીસે અનદેખ્યું કરી પેટ્રોલિંગ કરતી હતી પણ ખસેડવામા ન આવ્યા. હાલમાં રાજ્યભરમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે સંક્રમણ વધે તો તેની પાછળ જવાબદાર કોણ ?

જોકે મીડિયામાં એહવાલ પ્રસારિત થતા પોલીસ ઊંઘમાંથી જાગી અને પાંચેક જેટલી ગાડીઓ GMDC ગ્રાઉન્ડમાં ધસી આવતા ભાગદોડ મચી હતી.પોલીસ કાર્યવાહીને પગલે કેટલાય લોકો વાહનો લઈને પટકાયા હતા.અને ગણતરીની મિનિટોમાં જ ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું હતું.જોકે આ પરિસ્થિતિ પાછળ જવાબદાર માત્ર AMC અને પોલીસ જ છે. ઘટના અંગે પોલીસને કંટ્રોલ મેસેજ આધારિત ચારથી પાંચ શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here