મોબાઈલ એડિક્શનનો સામનો કરતાં લોકોમાં બેચેની અને ઊંઘ ન આવવા જેવા લક્ષણો જોવા મળ્યા

0
4

મોબાઈલ પર તાજેતરમાં કરવામાં આવેલું રિસર્ચ ચોંકાવનારું છે. કિંગ્સ કોલેજ ઓફ લંડનના રિસર્ચ અનુસાર, જો મોબાઈલ એડિક્શનનો સામનો કરી રહ્યા છો તો તેનાથી અંતર રાખવાથી સમસ્યા થઈ શકે છે. મોબાઈલથી અંતર રાખવાથી ઊંઘ ન આવવી અને બેચેની જેવા લક્ષણો દેખાય છે. આ વાત 1,043 મોબાઈલ યુઝર્સ પર કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવી છે. રિસર્ચમાં સામેલ યુઝર્સની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હતી.

1043માંથી 406 મોબાઈલ એડિક્શનનો સામનો કરી રહ્યા છે

રિસર્ચમાં સામેલ એક ચતુર્થાંસ યુઝર્સ એવા હતા જે એક દિવસમાં ઓછામાં ઓછા 3 કલાક સુધી મોબાઈલનો ઉપયોગ કરતા હતા. તેમજ 19 ટકા લોકો એવા હતા જે દરરોજ 5 કલાકથી વધારે સમય મોબાઈલમાં વ્યસ્ત રહેતા હતા. 1,043માંથી 406 લોકો મોબાઈલ એડિક્શનનો સામનો કરી રહ્યા હતા. આ યુઝર્સ મોબાઈલ ઉપયોગ કરવાનો સમય ઘટાડી નહોતા શકતા. જ્યારે મોબાઈલ તેમનાથી અલગ કરવામાં આવ્યા તો તેમનામાં બેચેની જેવા લક્ષણો જોવા મળ્યા. 57 ટકા યુઝર્સને રાત્રે ઊંઘ નહોતી આવતી.

સ્માર્ટફોનના એડિક્શન લેવલને સમજવાનો પ્રયાસ કર્યો

કિંગ્સ કોલેજના સાયકોલોજિસ્ટ સામંથા સોનના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટફોન આપણા જીવનો મુખ્ય ભાગ બની રહ્યો છે તેથી તેનાથી અલગ થવું મુશ્કેલ થઈ ગયું છે. આ સ્ટડી દ્વારા એ જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તે સ્વાસ્થ્ય પર કેટલી ખરાબ અસર પહોંચાડે છે. તે ઉપરાંત સ્માર્ટફોનના એડિશનના લેવલને સમજવાનો પ્રયાસ પણ ચાલુ છે.

સાઇકિયાટ્રિસ્ટ નિકોલ કાલ્કના જણાવ્યા પ્રમાણે, આપણે જેટલો વધારે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, એટલી જ વધારે અસર ઊંઘ પર પડે છે.

ક્યાંક તમારા મોબાઈલ એડિક્શનનું કારણ આમાંથી એક તો નથીને…

ફેડ (ફેસબુક એડિક્શન ડિસઓર્ડર):

જો તમને ફેસબુક પર સતત પિક્ચર્સ પોસ્ટ કરવાનો શોખ હોય અને તમને હંમેશાં તમારા મિત્રોની પોસ્ટ્સની જરૂર કરતા વધારે રાહ જોતા હોવ છો તો તેનો અર્થ એ થયો કે ફેસબુક એડિક્શન ડિસઓર્ડર તમારા પર હાવી છે. તેના કારણે તમે તમારા પિક્સર્ચના રેટિંગને પણ બીજા સોશિયલ મીડિયા યુઝર્સના રિસ્પોન્સના આધારે કરો છો.

નોમોફોબિયાઃ

નોમોફોબિયાનો અર્થ છે મોબાઈલ ખોવાઈ જવો, પાસે ન હોવો અથવા ફરીથી તેનો ઉપયોગ ન કરવાનો ડર. ફોનમાં સિગ્નલ ન આવવાથી અથવા બેટરી લો થઈ જવાને કારણે તમે ચિંતામાં રહો છો આ બાધા લક્ષણો નોમોફોબિયાના છે. નિષ્ણાતોના અનુસાર, આ એવી સ્થિતિ છે જ્યાં ડિવાઈસ સાથે આપણું જોડાણ જોખમકારક છે.

સેલ્ફાઈટિસઃ 

તે અંધાધૂંધી સેલ્ફી પોસ્ટ કરવાના સંબંધિત ડિસઓર્ડર છે. જો તમે સતત સેલ્ફી લઈને તેને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ અને અન્ય સોશિયલ મીડિયા સાઈટ્સ પર પોસ્ટ કરતા રહો છો તો તમે આ ડિસઓર્ડરની તરફ વધી રહ્યા છે. ‘સેલ્ફાઈટિસશબ્દ 2014માં શોધવામાં આવ્યો હતો.

આઈજીડી (ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર):

જો તમે કલાકો સુધી કેન્ડી ક્રશ, ફીફા ઓનલાઈન અથવા બીજી ગેમ્સ રમો છો તો આઈજીડી વિશે જાણવું તમારા માટે જરૂરી છે. જરૂર કરતા વધારે ઓનલાઈન ગેમ રમવાની ઈચ્છા અને બીજા સોશિયલ મીડિયા માટે રિક્વેસ્ટ મોકલવાની આદતનો અર્થ છે કે તમે આ ડિસઓર્ડરથી પીડિત છો.

ફેન્ટમ વાઈબ્રેશન સિન્ડ્રોમઃ 

ફેન્ટમ વાઈબ્રેશન સિન્ડ્રોમ (પીવીએસ) એક એવો ડિસઓર્ડર છે, જેમાં ફોનની રિંગ વાગવાની જગ્યાએ વાઈબ્રેશનનો અહેસાસ થાય છે. આવું ફોનની રિંગ ન વાગવાથી પણ થાય છે. હકીકતમાં કોઈપણ કોલ અથવા મેસેજ મિસ થવાથી ડરના કારણે આપણે જરૂર કરતા વધારે સજાગ રહીએ છીએ અને વાઈબ્રેશન વગર પણ વાઈબ્રેશનનો અવાજ મહેસૂસ કરીએ છીએ. જ્યારે મેન્ટલ હેલ્થના હિસાબથી તે યોગ્ય નથી.

ફોમો (ફિયર ઓફ મિસિંગ આઉટ):

ફિયર ઓફ મિસિંગ આઉટનો અર્થ છે સોશિયલ મીડિયા પર કંઈપણ છૂટી ન જાય. જો તમે સતત સોશિયલ મીડિયા ચેક કર્યા વગર નથી રહી શકતા, સોશિયલ મીડિયાની તરફ દરેક એક અપડેટ પર લાઈક, કમેન્ટ અથવા તેને શેર કરવા માટે હંમેશાં ઉતાવળા રહેવું અને સમય લીધા વગર તરત એવું કરવા માગો છો તો પછી શક્ય છે કે તમે ફોમોનો ભોગ છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here