ટ્રમ્પના આગમન પહેલા મોટેરા સ્ટેડિયમમાં ઉમટી પડ્યા લોકો, ચુસ્ત બંદોબસ્ત

0
9

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા કલાકોમાં જ અમદાવાદ પહોંચવાના છે. તેમના સ્વાગત માટે એરપોર્ટ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ મોટેરા સ્ટેડિયમ જ્યાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં પણ સવારથી જ લોકો પહોંચવા લાગ્યા છે.

એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પનું સ્વાગત કરશે અને ત્યાંથી બંને રાજનેતા રોડ શો કરી પહેલા ગાંધી આશ્રમ અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમ પહોંચશે. તેવામાં સવારથી જ લોકો સ્ટેડિયમમાં એન્ટ્રી કરવા લાગ્યા છે. સ્ટેડિયમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારથી જે રીતે લોકો સ્ટેડિયમમાં સ્થાન લેવા લાગ્યા છે તેને જોતાં અનુમાન છે કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલા જ 1 લાખથી વધુની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ હાઉસ ફૂલ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here