યુટ્યુબ પર ફેમસ થવા માટે લોકોએ તમામ હદ વટાવી, ટોર્ચર, રેપ અને હત્યાનું લાઈવ સ્ટ્રીમ કરે છે

0
14

રશિયામાં વીડિયો બનાવતા યુટ્યુબર્સની વચ્ચે એક ખતરનાક કલ્ચર બની રહ્યું છે. આ વીડિયોમાં ઘણા લોકો બીજા લોકોને ટોર્ચર કરે છે, તેમના પર અત્યાચાર કરે છે, ઘૃણાસ્પદ અપરાધ કરે છે અને એટલે સુધી કે મારી પણ નાખે છે. રશિયાનું પ્રશાસન આ કલ્ચરને નષ્ટ કરવાના પ્રયાસમાં છે અને પોલીસ સતત પ્રયાસ કરી રહી છે કે આ પ્રકારના યુટ્યુબર્સને ટ્રેસ કરી શકાય. તે ઉપરાંત ઘણા રશિયન રાજકારણીઓ આવા યુટ્યુબર્સને બૅન કરવાના પક્ષમાં પણ છે.

ડિસેમ્બર 2020માં રશિયાના એક યુટ્યુબરે સ્ટેસ રિફેલી પર આરોપ લગાવ્યો હતો કે, તેને પોતાની ગર્લફ્રેન્ડને મારી નાખી હતી. સ્ટેસ પર આરોપ છે કે તેને પોતાની ગર્લફ્રેન્ડને કકડકડતી ઠંડીમાં કપડાં વિના બાલ્કનીમાં બંધ કરી દીધી હતી, ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. સ્ટેસ આ બધું પોતાની યુટ્યુબ ઓડિયન્સ માટે કરી રહ્યો હતો અને આ સમગ્ર ઘટના યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ થઈ રહી હતી.

આ કલ્ચર એટલું ખરતનાક બની ગયું છે કે થોડા મહિના પહેલા એક પ્રેગ્નન્ટ મહિલાની હત્યા કરવામાં આવી હતી. તે ઉપરાંત આવી જ રીતે એક ટ્રેશ સ્ટ્રીમમાં એક બેઘર વ્યક્તિને લાઈવ સ્ટ્રીમ કરતા સળગાવી દેવામાં આવી હતી, જ્યારે એક મહિલાના માથાને સતત એક ટેબલ પર પછાડવામાં આવી રહ્યું હતું. આ મહિને કેટલાક બ્લોગર્સ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે એક મહિલાના અપાર્ટમેન્ટમાં પ્રવેશ્યા બાદ તેને ડ્રગ આપી અને મહિલાની સાથે રેપનું લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, યુટ્યુબ આ પ્રકારના કન્ટેન્ટ અને લાઈન સ્ટ્રીમને બ્લોક કરી નાખે છે પરંતુ કેટલીકવાક અમુક યુટ્યુબર્સ બ્લોક અને સેન્સરને દૂર કરવામાં સફળ રહે છે. ઘણી વખત યુટ્યુબ આવા વીડિયોને રિલીઝ થયા બાદ પણ તેને બ્લોક કરે છે. જો કે કન્ટેન્ટ ક્રિએટર્સ આ વીડિયોને ટેલીગ્રામ જેવી એપ દ્વારા પોતાના ફેન્સ અને ફોલોઅર્સની વચ્ચે પહોંચાડે છે.

આ કલ્ચરનો એક બીજું પાસું પણ છે. આ ટ્રેશ સ્ટ્રીમ વીડિયોમાં ઘણી વખત એવા લોકો પણ સામેલ થઈ જાય છે જે કેમેરાની સામે પોતાની જાતને શરમજનક બતાવીને પૈસા કમાવવા માટે જાણીતા છે. આવી જ એક વ્યક્તિ છે વેલેન્ટિન ગાનીચેવ. ગાનીચેવને ઘણા વીડિયોમાં જોઈ શકાય છે,તેને દફનાવામાં આવી રહ્યો છે, મારવામાં આવી રહ્યો છે અને તેની સાથે દુર્વવ્યહાર કરવામાં આવી રહ્યો છે.

જો કે, જ્યારે પોલીસે આ બાબતની તપાસ કરી તો તેમને ખબર પડી કે, આ વ્યક્તિ જાણી જોઈને આ પ્રકારના પ્રયોગમાં સામેલ થતો હતો કેમ કે તેના વીડિયો ઘણા લોકપ્રિય થતા હતા અને તેના દ્વારા તેને પૈસા કમાવવાની તક મળતી હતી. કોરોનાવાઈરસ મહામારીને કારણે ઘણા લોકો આવા વીડિયોનો ભાગ બનીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here