કુંભ મેળામાં જઈને આવેલા લોકોને પહેલા આઈસોલેટ, ત્યારબાદ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે

0
4

દેશમાં એક તરફ કોરોના વાયરસની બીજી લહેરે અજગરી ભરડો લીધો છે, ચતો બીજી તરફ હરિદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. જેમાં થયેલા શાહી સ્નાનમાં લાખો લોકો એકઠા થયા હતા. કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે આ કુંભ મેળાના આયોજનને લઇને વિવાદ અત્યારે ચરમસીમાએ છે. તેનું કારણ છે કે કુંભ મેળામાં કોરોના વસ્ફોટ થયો છે. અનેક શ્રદ્ધાળુંઓ અને સંતોના કોરોના રિપોર્ટ પોઝિટવ આવી રહ્યા છે. ત્યારે કુંભમાં ગયેલા લાખો લોકો હવે દેશભરમાં કોરોનાના સુપ સ્પ્રેડર બને તેવો ડર ઉભો થયો છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ કુંભમાંથી પરત આવેલા લોકોનો કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બધા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જાહેરાત કરતા કહ્યું કે કુંભ મેળામાં જઈને આવેલા લોકોને પહેલા આઈસોલેટ કરવામાં આવશે, ત્યારબાદ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો ટેસ્ટ નેગેટિવ વ્યો તો જ કોઈ પણ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવશે. તે સિવાય તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે કુંભ મેળામાં સાધુ સંતોને કોરોનાનો ચેપ લાગતા કેટલાક અખાડાઓ દ્વારા કુંભ સમાપ્તિની જાહેરાત કરવામાં આવી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતું કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના હાલચાલ જાણ્યા. તમામ સંતગણ પ્રશાસનને દરેક પ્રકારે સહયોગ કરે છે. મેં તેના માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યુ હતું કે, મેં પ્રાર્થના કરી છે કે, શાહી સ્નાનને ખતમ કરવામાં આવે, અને હવે કુંભમાં કોરોનાના સંકટને જોતા પ્રતિકાત્મક જ રાખવામાં આવે. તેનાથી આ સંકટની લડાઈમાં વધુ એક તાકાત મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here