Wednesday, August 4, 2021
HomeSample Page

Sample Page Title

નાનપુરા માછીવાડમાં યુવકે દારૂના નશામાં ચકચૂર થઈને હોબાળો મચાવ્યો હતો. જેથી કંટાળેલા સ્થાનિકોએ પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસથી પણ ન ડરતો હોવાના લવારા કરતાં યુવકના પોલીસને જોઈને મોતિયા મરી ગયા હતાં. પોલીસને બે હાથ જોડીને છોડી મુકવા વિનંતી કરવા લાગ્યો હતો. જો કે મહિધરપુરા પોલીસની પીસીઆર વેનમાં આવેલા કોન્સ્ટેબલોએ યુવકને ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં. જેથી સ્થાનિકોને દારૂના નશામાં લવારા કરતા યુવકના ત્રાસમાંથી મુક્તિ મળી હતી.

રસ્તા પર પાણીમાં આળોટનારા પીધેલ યુવકને પોલીસ પકડીને લઈ જતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
(રસ્તા પર પાણીમાં આળોટનારા પીધેલ યુવકને પોલીસ પકડીને લઈ જતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.)

 

રસ્તા પર આળોટતો હતો

નાનપુરા માછીવાડમાં યુવક દારૂ પીને શાન ભાન ભૂલી ગયો હોય તે રીતે લવારા કરતો હતો. સ્થાનિકોએ તેને ટપારવાની કોશિષ કરી તો રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાં આળોટવા લાગ્યો હતો. સાથે જ પોલીસથી ન ડરતો હોવાનું અને કોરોના પણ અસર ન કરતી હોવાના બફાટ કરવા લાગ્યો હતો. જેથી સ્થાનિકોએ પોલીસને યુવકની હરકતો અંગે કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસની પીસીઆર વાન આવતાં જ આરોપી ઢીલો પડી ગયો હતો. પોલીસના જવાનોને હાથ પગ જોડીને છોડી મુકવા વિનંતી કરવા લાગ્યો હતો.

પોલીસનો ડર ન હોવાની મોટી મોટી વાતો નશામાં કરનારો યુવક પોલીસની ગાડીમાં બેસતા જ ભાનમાં આવ્યો હોય તેમ રડવા લાગ્યો હતો.
(પોલીસનો ડર ન હોવાની મોટી મોટી વાતો નશામાં કરનારો યુવક પોલીસની ગાડીમાં બેસતા જ ભાનમાં આવ્યો હોય તેમ રડવા લાગ્યો હતો.)

 

ભૂલ થયાનું સ્વિકારવા લાગ્યો

દારૂડીયા યુવકને નશાની હાલતમાં પોલીસે ઝડપી લીધા બાદ પોતાની ભૂલ થઈ ગઈ હોવાનું યુવક સ્વિકારવા લાગ્યો હતો. માતા પિતાના સોગંધ ખાતા યુવક કહેતો હતો કે આવી ભૂલ બીજીવાર નહીં કરૂં છોડી મુકો. જો કે પોલીસે તેને ઝડપી લીધો હતો અને સ્થાનિકોએ આ યુવકની હરકતોના વીડિયો કેમેરામાં કેદ કરી લીધા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments