ઇટાલી માં લોકડાઉનમાં રહેલા લોકોએ બાલ્કનીમાંથી લાંબી સ્ટિક વડે ‘વાઈન પાર્ટી’ કરી

0
5

રોમ. ઇટાલીમાં કોરોના વાઇરસને લીધે લોકો મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 20 હજારનો આંકડો વટાવી ચૂકી છે. લોકડાઉનમાં રહેલા લોકોને સમય કેવી રીતે પસાર કરવો તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.  ઘણા લોકો કોરોના ટાઇમમાં ઈનોવેટિવ આઈડિયા વિચારીને એકબીજાથી દૂર રહીને પણ નજીક મહેસૂસ કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં ઇટાલીનો એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. લોકડાઉનમાં રહેલા લોકોએ તેમની બાલ્કનીમાંથી ટોસ્ટ કરીને વાઈન પાર્ટી કરી હતી.

પાડોશીઓએ પોતપોતાના વાઈન ગ્લાસને લાંબી સ્ટિકમાં ભરાવ્યા હતા અને બાલ્કનીમાંથી આ સ્ટિકની મદદથી એકબીજાને ચિયર્સ કર્યું હતું. ઇટલીના બેલા શહેરમાં રહેવાસીએ ફેસબુક પર આ વીડિયો શેર કર્યો છે, જેને અત્યાર સુધી 69 લાખ લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાઈન પાર્ટીના વખાણ કરી રહ્યા છે.

ચીનના વુહાન શહેરમાંથી ડિસેમ્બર,2019થી ફેલાયેલો કોરોના વાઇરસ વિશ્વના 200 દેશોમાં ફેલાઈ ગયો છે. ભારતમાં 11, 909 કોરોના પોઝિટિવ કેસ અને 405 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here