લોકોડાઉનમાં માંગણીઓ : દિલ્હીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનના લોકોએ ચિકન બિરયાની, ગરમ સમોસા, મીઠાઈઓ માંગી, પોલીસ અધિકારીઓ હેરાન

0
8

નવી દિલ્હી.  દિલ્હીના કોરોનાવાઈરસથી પ્રભાવિત કન્ટેન્ટમેન્ટ ઝોન અને ક્વૉરન્ટીન સેન્ટરોમાંના અધિકારીઓ લોકોની વિવિધ માંગોથી હેરાન છે. આ વિસ્તારના લોકો તેમની પાસે ચિકન બિરયાની, મટન, મિઠાઈઓ અને ગરમ સમોસાની માંગ કરી રહ્યાં છે. નરેલાના ક્વૉરન્ટીન સેન્ટરમાં તૈનાત એક અધિકારીએ નામ ન છાપવાની શરત પર જણાવ્યું કે કેટલાક લોકોએ તેમની પાસે ચિકન બિરયાની અને મટનની માંગણી કરી છે. દક્ષિણ દિલ્હીમાં 9 કન્ટેન્ટમેન્ટ ઝોન છે. બીજા અધિકારીએ આ અંગે જણાવ્યું કે કેટલાક લોકોએ અહીં તેમની પાસે ગરમ સમોસાની માંગણી કરી હતી. આ સિવાય અધિકારીઓએ જણાવ્યું કે પૂર્વ અને મધ્ય દિલ્હીના કન્ટેન્ટમેન્ટ ઝોનના કેટલાક લોકોએ મીઠાઈઓની માંગણી પણ તેમની પાસે કરી હતી.

પોલીસે કહ્યું- સંકટમાં શાકભાજી, પાણી અને દૂધ જેવી જરૂરી ચીજો ઉપલબ્ધ કરાવી તે પણ ડ્યુટી 

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે આવી માંગ પુરી ન કરી શકીએ. જ્યારે કોઈ એરિયાને સીલ કરીને તેને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, એવામાં સંકટમાં અમારી ડ્યુટી શાકભાજી, પાણી અને દૂધ જેવી જરૂરી ચીજો ઉપલબ્ધ કરાવવાની છે. અમે અમારા ફીલ્ડ અધિકારીઓને કહ્યું છે કે આ પ્રકારની માંગણીઓની અવગણો. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ પણ વ્યક્તિને ઘરમાંથી બહાર જવાની પરવાનગી હોતી નથી. જ્યારે કોઈ વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થાય છે તો પ્રશાસન અને પોલીસ અધિકારી એક વોટ્સઅપ ગ્રુપ તૈયાર કરે છે, એમા લોકો જણાવે છે કે તેમને કઈ-કઈ ચીજોની જરૂર છે. પછીથી અધિકારીઓ તેમની માંગ પુરી કરે છે.

પોલીસ ચલાવી રહી છે માનવીય સહાયતા અભિયાન

દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે વર્ષ 1948માં તેમની સ્થાપના બાદ 72 વર્ષમાં તેમના તરફથી અત્યાર સુધીનું આ સૌથી મોટું માનવીય સહાયતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસે રવિવારે ટ્વિટ કર્યું- 1948 એટલે કે દિલ્હી પોલીસની સ્થાપના બાદ આ સૌથી મોટું માનવીય રાહત અભિયાન છે. આ અભિયાન અંતર્ગત 50 લાખ ખાવાના પેકેટ ગરીબ, મજૂરો અને બેઘર લોકોને આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here