સરસપુરમાં ફરી અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. જેમાં પ્રેમ પ્રકરણમાં બે કિન્નર સહિતના લોકોએ યુવકના ઘરે જઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ચાલીમાં પાર્ક કરેલી રિક્ષાઓ સહિત ૧૦ વાહનોમાં તોડફોડ કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા શહેર કોટડા પોલીસે ૧૦ લોકો સામે રાયોટિેગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રેમ સંબંધની જાણ યુવતીના ભાઇને થતા ૧૦ આરોપીઓએ રિક્ષાઓ સહીત૧૦ વાહનોમાં તોડફોડ કરી પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો
સરસપુરમાં રહેતી મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં સરસપુરમાં રહેતા બે કિન્નર સહિત ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ભત્રીજાને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી યુવતીના ભાઇ સાથે ચાર મહિના પહેલા ઝઘડો થયો હતો. જે અંગે યુવકે તેના વિરૃધ્ધમાં પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી હતી. દરમિયાન ગઇકાલે રાત્રે તેઓ ઘરે હતા તે સમયે અગાઉના ઝઘડાની અદાવતમાં રિક્ષામાં બે કિન્નર તથા અજાણ્યા ચાર શખ્સો સહિત ૧૦ લોકો હાથમાં તલવાર, ચાકુ અને દંડા લઇને આવીને ઝઘડો કર્યો હતો અને ગાળો બોલીને યુવક હાથમાં આવશે તો જાનથી મારી નાખીશું તેમ કહીને ધમકી આપી હતી. એટલું જ નહી ધાક જમાવવા માટે આરોપીઓએ ચાલીમાં પાર્ક રિક્ષાઓ સહિત ૧૦ વાહનોમાં તોડફોડ કરીને નાસી ગયા હતા. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે ૧૦ લાકોે સામે રાયોટિંગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.