મુંબઈ સહિતનાં લોકોને હવે ‘માંદી’ લોકલમાંથી મળશે છુટકારો, હવે ચપટી વગાડતાં જ પહોંચશો ઘરે-ઓફિસ

0
42

સબઅર્બન રેલ્વે સિસ્ટમના વિકાસને રફતાર આપવાની દિશામાં કામ કરવા માટે રેલ્વે બોર્ડે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે.  રેલ્વે બોર્ડનાં સભ્યોએ કહ્યું કે, લોકલ ટ્રેનોની સ્પીડમાં 20 ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે. રેલ્વેની આ પહેલનો ઉદ્દેશ સેન્ટ્રલ રેલ્વે અને વેસ્ટર્ન રેલ્વે બંનેને સબઅર્બન રૂટ્સ પર વધારે ટ્રેનો ચલાવવામાં સક્ષમ બનાવાનો છે.

હાલમાં લોકલ ટ્રેન 80-100 કિમી/કલાકની ઝડપે ચાલે છે. આટલી સ્પીડ માટે પણ ટ્રેનનાં રૂટ પર નિર્ભર કરે છે કે સિગ્નલ ગ્રીન મળે છે. રેલ્વે બોર્ડ રોલિંગ સ્ટોકના સભ્ય રાજેશ અગ્રવાલે કહ્યું કે, અમે ત્રણ ચરળોમાં રેલ્વેની સ્પીડમાં સુધારો જોઈ રહ્યા છીએ. પહેલાં ચરળમાં લોકલ ટ્રેનીની સ્પીડ 110 કે પછી વધારે પ્રતિ કલાક કરવામાં આવશે.

અગ્રવાલે જણાવ્યું કે, ટ્રેનીની સ્પીડ વધારવાને કારણે ટ્રેનોની અવરજવરમાં 20 ટકાનો વધારો થઈ શકશે. જેનાથી વધારે યાત્રીકો પોતાના સ્થાને પહોંચી શકશે. રેલ્વે બોર્ડના સભ્યોને ઉમ્મીદ છે કે ટ્રેનની રફતાર વધાર્યા બાદ સેન્ટ્રલ રેલ્વે અને વેસ્ટર્ન રેલ્વે પર ટ્રેનોની સર્વિસમાં 20 ટકા સુધીનો વધારો થશે. તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ રેલ્વે રોજની 1774 ટ્રેન તો વેસ્ટર્ન રેલ્વે 1367 ટ્રેનોનું સંચાલન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here