મોદીને લોકોએ સોશિયલ મીડિયા પર વિશ્વગુરૂ બનાવી દીધા, કહ્યું મંત્રો આપ્યા કરતાં કાળુ નાણું તો લાવો રિટર્ન

0
8

નરેન્દ્ર મોદીએ ગુરુવારે કરદાતાઓ માટે ‘ટેક્સપેયર ચાર્ટર’ અને ‘ફેસલેસ એસેસમેન્ટ, ફેસલેસ અપીલ’ લોંચ કર્યાં ત્યારે વધુ એક મંત્ર આપી દીધો. મોદીએ ‘ટ્રાન્સપેરન્ટ ટેક્સેશન, ઓનરિંગ ધ ઓનેસ્ટ’ લોંચ કરતી વખતે જાહેર કર્યું કે, તેમની સરકાર કરદાતાને ‘ફેસલેસ, ફેયર, ફીયરલેસ’ બનાવવાના મંત્ર પર કામ કરશે.

મોદી લોકોને મંત્રો જ આપ્યા કરશે કે, લોકોના ભલા માટે પણ કંઈક કરશે ?

મોદીના નવા મંત્ર પછી સોશિયલ મીડિયા પર લોકોએ કોમેન્ટ કરી કે, મોદી લોકોને મંત્રો જ આપ્યા કરશે કે, લોકોના ભલા માટે પણ કંઈક કરશે ? ઘણાએ મોદીએ ૨૦૧૪ની ચૂંટણી પહેલાં વિદેશની બેંકોમાં જમા કાળાં નાણા પાછાં લાવવાના વચનની પણ યાદ અપાવી

જેમણે કરચોરી કરી છે તેમના માટે પણ કશુંક કરો

લોકોએ કહ્યું કે, જેમણે કરચોરી કરી છે તેમના માટે પણ કશુંક કરો, ખાલી પ્રમાણિક કરદાતાઓને જ જ્ઞાન ના આપશો. કેટલાકે કટાક્ષ કર્યો કે, હવે આપણે સાચા અર્થમાં વિશ્વગુરૂ બની ગયા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here