લોકડાઉનની સાઇડ ઇફેક્ટ : આ બિમારીથી પીડાઇ રહ્યાં છે દરેક ઉંમરના લોકો, જોવા મળે છે આ 7 લક્ષણો

0
4

આશરે બે મહિનાથી દેશભરમાં લોકડાઉન લાગુ છે અને લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર થયાં છે. આ જ કારણે મોટાભાગના લોકોને સુસ્તીની ફરિયાદ છે. જે લોકો પહેલાં 6થી 7 કલાક સૂતા હતાં, તેઓ હવે દિવસ અને રાત એમ કુલ 15થી 16 કલાકની ઉંઘ લે છે. તેઓ કોઇ રમત નથી રમી શકતાં. પોતાના મિત્રોને નથી મળી શકતા. તેમની આંખોમાં, માથા અને શરીરમાં દુખાવાની ફરિયાદ છે. જો તમને પણ આવું જ થતું હોય તો સતર્ક થઇ જાઓ. આ સમસ્યાનું નામ છે Fatigue. દરેક ઉંમરના લોકો પર તેની અસર જોવા મળી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે શારીરિક અને માનસિક બંને પ્રકારે સ્વસ્થ રહીને કોરોના વાયરસ સાથે જ આ સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકાય છે.

માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર

લોકડાઉનના કારણે લોકો એક્ટિવ નથી રહી શકતાં. ઘરની અંદર તો તેઓ સુરક્ષિત છે પરંતુ તેઓ ફ્રેશ ફીલ નથી કરી શકતાં. તેની અસર તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડી રહી છે. લોકડાઉન દરમિયાન પોતાને કઇ રીતે એક્ટિવ અને ફિટ રાખવા, ચાલો તમને જણાવીએ…

લોકડાઉનમાં fatigueની સમસ્યા (symptoms)

 • શરીરમાં સ્ફૂર્તિ ન રહેવી
 • ઉંઘની કમી
 • કોન્સન્ટ્રેશનની કમી
 • એંઝાઇટી
 • ઇનડાઇજેશન
 • શરીરમાં દુખાવો
 • થાક

Fatigueના ઉપાય

 • ઘરમાં જ પરંતુ એક્ટિવ રહો
 • ખૂબ પાણી પીવો
 • ઓઇલી ફૂડથી દૂર રહો
 • નિયમિતરૂપે વ્યાયામ કરો
 • એંઝાઇટી દૂર કરવા માટે યોગ અને પ્રાણાયામ કરો
 • તડકામાં થોડો સમય બેસો અથવા તો ડોક્ટરની સલાહથી મલ્ટીવિટામિંસની ગોળી લો.

આ પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે

ડોક્ટરોનું કહેવું છે કે લોકડાઉનમાં લોકોને અલગ-અલગ પ્રકારની સમસ્યાઓ થઇ રહી છે. અલગ-અલગ એજ ગ્રુપના લોકોની સમસ્યાઓ પણ અલગ-અલગ છે. લોકડાઉનમાં સૌકોઇ ઘરની અંદર છે તેથી બોડી મૂવમેન્ટ નથી થઇ શકતી. તેવામાં લોકોને અલગ-અલગ પરેશાનીઓ થઇ રહી છે. બાળકો પર ઓનલાઇન સ્ટડીનું પ્રેશર છે. ઓનલાઇન ક્લાસીસના કારણે બાળકોના માથા અને આંખોમાં પીડા થઇ રહી છે. વૃદ્ધોમાં ઇનડાઇજેશનની પ્રોબ્લેમ અને એંઝાઇટી નજરે આવી રહી છે. મિડલ એજ ગ્રુપમાં પોતાના કામને લઇને, ફ્યૂચરને લઇને સ્ટ્રેસ એટલેકે તણાવ થઇ રહ્યો છે. વર્ક ફ્રોમ હોમના કારણે વર્ક લોડ વધી ગયો છે. ઘરે જ યોગ્ય પરંતુ ઘણાં કલાકો સુધી કૉલ એટેંડ કરવા પડે છે. તેમની લાઇફસ્ટાઇલ બદલાઇ ગઇ છે. મહિલાઓ પર કામનું એક્સ્ટ્રા બર્ડન થઇ ગયું છે. આ લોકડાઉન Fatigue ના પ્રમુખ કારણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here