હળવદ : ચુંપણી ગામના લોકો ક્ષારયુકત પાણી પીવા બન્યા મજબુર !

0
0
હળવદ તાલુકાના ચુપણી ગામે ગામલોકોને ઘણા સમયથી નર્મદાનું પાણી નહીં મળતા ગામલોકોને પીવાનું પાણી બોરનું ક્ષાર યુકત પાણી પીવું પડે છે ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા સત્વરે ગામ લોકોને પીવાનું પાણી નર્મદાનું મળે તેવી વ્યવસ્થા કરે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.
હળવદ તાલુકાના ઘણા બધા ગામો એવા છે કે જ્યાં નર્મદાનું પીવાનું પાણી મળતું હોવાની ગામ લોકોની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે હળવદ તાલુકાના ચુપણી ગામે પણ ઘણા સમયથી નર્મદાનું પીવાનું પાણી મીઠું ન મળતા હોવાની ગામ લોકોની રાવ ઉઠવા પામી હતી  ચુંપણી ગ્રામ પંચાયતના બોર આવેલા છે, એક બોરમાં પાણી પીવા લાયક છે એક બોરએક દોઢ કિલોમીટર દૂર અંતરે આવેલું છે, પીવાના  મીઠુ પાણી પીવા માટે ગામની મહિલાઓ પાણી  માટે  દોઢ  કિલોમીટર દૂર અંતરે જવુ પડે છે, ચોપડા ગામે ગામ લોકોને પીવાનું પાણી નર્મદાનું મીઠું નહીં મળતા ગામલોકોને  ક્ષારવાળું બોરનું પાણી પીવું પડે છે ત્યારે ગામ લોકોને પથરીના રોગ થવાનો  ભય છે. ગામના સરપંચ ભનુભાઈ કાલેરીયાએ જણાવ્યા પ્રમાણે અમારા ગામમાં પીવાનું પાણી ઘણા સમયથી નર્મદાનું આવતું નથી જેના કારણે અમારા ગ્રામ પંચાયતનું  ક્ષાર વાળુપાણી પીવુ પડે છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા સત્વરે પીવાનું પાણી નમૅદાનુ મળે તેવી વ્યવસ્થા કરે તે ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here