Thursday, October 28, 2021
Homeચાલુ રાઈડમાં સીટ પરથી ઉછળીને નીચે પટકાયા લોકો, જુઓ વીડિયો
Array

ચાલુ રાઈડમાં સીટ પરથી ઉછળીને નીચે પટકાયા લોકો, જુઓ વીડિયો

થાઈલેન્ડના કાર્નિવલમાં એમ્યુઝમેન્ટ રાઈડ દરમિયાન એવી દુર્ઘટના બની જેને જોઈ સૌકોઈ હેરાન થઈ ગયા હતા. ચાલુ રાઈડમાંથી અચાનક લોકો સીટ પરથી નીચે પડવા માંડ્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક મિનિટના આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટરીતે દેખાઈ રહ્યું છે કે, પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન થીમ રાઈટમાં ક્રાઉડ એન્જોય કરી રહ્યું હતું.

રાઈડ ઉપરથી નીચેની તરફ આવતી વખતે 5 લોકો સીટ પરથી ઉછળીને નીચે પડી ગયા. ત્યારબાદ ભાગદોડ મચી ગઈ હતી. પાંચેય લોકો સ્ટીલ પ્લેટફોર્મ પર પડ્યા હતા, જેને કારણે તેમે ઈજા પહોંચી હતી. સેફ્ટી બાર્સ ઢીલા હોવાને કારણે આ દુર્ઘટના થઈ હતી. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના બાદ ઓપરેટરે તરત જ મશીન બંધ કરી દીધું હતું.

રાઈડમાંથી નીચે પડનારા લોકો ઉઠીને રાઈડથી દૂર ચાલ્યા ગયા હતા. દુર્ઘટનામાં શિકાર એક છોકરાને માથાના ભાગે ઈજા પહોંચી હતી. વીડિયોમાં તેના માથામાંથી લોહી નીકળતું દેખાઈ રહ્યું છે.

દરમિયાન, ઓપરેટરે દુર્ઘટના બાદ માફી માગી લીધી હતી. તેણે કહ્યું, કંટ્રોલ સેન્ટર મારા ચાર્જમાં હતું, મારી સાથે બીજો પણ એક મિત્ર હતો, જે બ્રેક પર ગયો હતો. હું ઈજાગ્રસ્તો પાસે માફી માગુ છું. જે થયું તે નહોતું થવું જોઈતું. પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો કે રાઈડને અસ્થાયીરીતે બંધ કરી દેવામાં આવશે અને માલિકના લાયસન્સની તપાસ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments