ગુજરાત : ત્રણ લોકડાઉનથી ઘરે બેઠેલા લોકોએ આજે વહેલી સવારથી વસ્તુઓ માટે લાઈનો લગાવી.

0
0

ગઇકાલે મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન 4.0ના નવા નિયમો જાહેર કર્યાં હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પશ્ચિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાન, ઓફિસ, ધંધા ચાલુ કરી શકાશે. પરંતુ પૂર્વમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. જેથી આજે વહેલી સવારથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં લોકોની અવર-જવર જોવા મળી હતી. મોટાભાગે પાન પાર્લર તેમજ હેર શલૂનની દુકાનોમાં લોકોની વધારે ભીડ જામી હતી. ત્યારે દુકાનદારોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રાહકનો માલ-સામાન આપવાનું શરૂ કર્યું છે. લોકો પણ 1-2 મીટરનું અંતર રાખીને વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એસ.ટી. બસો આવી જઈ શકશે નહીં.

વીજ વિભાગની કામગીરી આજથી પૂર્વવત બનશે

રાજયના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યુ છે કે, કોરોના વૈશ્વિક મહામારીના પ્રતિકુળ સંજોગોમાં પણ આગામી ચોમાસા ઋતુની પૂર્વતૈયારીને ધ્યાને લેતા, વીજ વિતરણના માળખાની સમારકામ પ્રવૃત્તિઓ અનુસંધાને વિવિધ ફીડરોનું સમારકામ વીજ વિતરણ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે. સાથે સાથે રાજયના વીજગ્રાહકોના પ્રશ્નો તથા વીજ વિભાગની કામગીરી આજથી પૂર્વવત બનશે

રાજ્યમાં સતત 20માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુ  કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)

 

રાજ્યમાં અત્યારસુધીમાં 148824 ટેસ્ટ કરવામાં આવ્યા

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં અત્યારસુધીમાં 148824 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11746 પોઝિટિવ અને 137078 નેગેટિવ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 366 નવા કેસ, 35 મોત અને 305 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 11746, મૃત્યુઆંક 694 અને 4804 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગઈકાલે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 263, સુરતમાં 33, વડોદરામાં 22, ગાંધીનગરમાં 12, પાટણમાં 7, વલસાડમાં 6, ભાવનગરમાં 4, દાહોદમાં 4, કચ્છમાં 3, જૂનાગઢમાં 3, અરલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 1, સાબરકાંઠામાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા 11746 દર્દીઓમાંથી 38 દર્દી વેન્ટિલેટર પર, 6219 સ્થિર, 4804 ડિસ્ચાર્જ અને 694 દર્દીઓના મોત નીપજ્યાં છે.

કુલ 11,746 દર્દી, 694ના મોત અને 4,804 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 8683 555 2841
સુરત 1127 53 744
વડોદરા 682 32 435
ગાંધીનગર 180 6 68
ભાવનગર 112 8 75
બનાસકાંઠા 83 4 73
આણંદ 83 8 74
અરવલ્લી 81 2 73
રાજકોટ 80 2 52
મહેસાણા 75 3 46
પંચમહાલ 71 6 53
બોટાદ 56 1 49
મહીસાગર 50 1 38
પાટણ 49 3 25
ખેડા 47 1 24
સાબરકાંઠા 39 2 15
જામનગર 35 2 18
ભરૂચ 32 3 25
કચ્છ 31 1 6
દાહોદ 28 0 16
ગીર-સોમનાથ 25 0 3
છોટાઉદેપુર 21 0 14
વલસાડ 15 1 4
નર્મદા 13 0 12
દેવભૂમિ દ્વારકા 12 0 2
જૂનાગઢ 9 0 2
નવસારી 8 0 8
પોરબંદર 5 0 3
સુરેન્દ્રનગર 5 0 1
મોરબી 2 0 1
તાપી 2 0 2
ડાંગ 2 0 2
અમરેલી 2 0 0
અન્ય રાજ્ય 1 0 0
કુલ 11,746 694 4804

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here