દિલ્હીમાં બે દસકા બાદ ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ-રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. કેજરીવાલને આડેહાથ લેતા મોદીએ કહ્યું હતું કે દિલ્હીના માલિક હોવાનો અહંકાર જનતાએ ઉતાર્યો.
મોદીએ કહ્યું હતું કે દિલ્હીની ડબલ એન્જીન સરકાર દિલ્હીનો ડબલ સ્પીડથી વિકાસ કરીને બતાવશે. આ વિજય ઐતિહાસિક છે, દિલ્હીના લોકોએ આપદાને બહાર કરી દીધી છે. લોકોનો જનાદેશ આવી ગયો છે, આજે અહંકાર, અરાજકતાની હાર થઇ છે, દિલ્હીવાળાઓને હવે આપદાથી મૂક્તિનું સુકુન મળી ગયું છે. દિલ્હીની મૂળ માલિક જનતા જ છે તે સ્પષ્ટ થઇ ગયું. જે લોકોને દિલ્હીના માલિક હોવાનો ઘમંડ હતો જનતાએ તેમનો આ ઘમંડ ઉતારી દીધો છે તે આ ચૂંટણીમાં સાબિત થઇ ગયું છે. દિલ્હીની જનતાએ મોદીની ગેરંટી પર વિશ્વાસ કરીને આપદાને વિદાય આપી છે.