અમદાવાદ : ટ્રાફિકના દંડથી બચવા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યાં, BRTSએ બનાવ્યો રેકોર્ડ, 24 કલાકમાં 1 લાખ પેસેન્જર્સ વધ્યાં

0
0

અમદાવાદ: સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યા બાદ વાહન ચાલકો અલગ-અલગ અખતરા કરતા જોવા મળ્યા હતા. બીજીતરફ ટ્રાફિક પોલીસે પણ ટ્રાફિક નિયમ તોડનાર પાસેથી સ્થળ પર જ મોટો દંડ વસૂલવાની શરૂઆત કરી દીધી છે. જેને લઇને સ્થાનિકોમાં લાઇસન્સ, નંબર પ્લેટ, પીયુસી, ઇન્શ્યોરન્સ કઢાવવા માટે દોડધામ મચી ગઇ છે. દંડની બીકે લોકોએ હવે AMTS-BRTSનો સહારો લેવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ પેસેન્જર્સે સરકારી બસો દ્વારા અવર-જવર શરૂ કરી દીધી છે.

આટલી મોટી સંખ્યા વેકેશન દરમિયાન પણ જોવા મળતી નથી
નવા ટ્રાફિક નિયમ લાગુ થયા બાદ ટ્રાફિક પોલીસે પહેલા જ દિવસે અમદાવાદ શહેરમાંથી અંદાજિત 27 લાખથી વધારેનો દંડ વસૂલ્યો છે. બીજી તરફ છેલ્લા 8થી 10 વર્ષમાં સૌથી વધારે 8 લાખથી વધારે લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો છે. એટલે વાર્ષિક એવરેજમાં આ વર્ષે 13% જેટલો વધારો જોવા મળ્યો છે. આંકડા અનુસાર, સોમવારે AMTSની બસોમાં 80 હજારથી વધારે પ્રવાસીઓ મુસાફરી કરી છે. આટલી મોટી સંખ્યા વેકેશન દરમિયાન પણ જોવા મળતી નથી. ત્યારે બીઆરટીએસ બસમાં પણ અંદાજિત 19થી 20 હજાર લોકોએ મુસાફરી કરી છે. સામાન્ય રીતે બીઆરટીએસમાં પેસેન્જર્સની સંખ્યા ઓછી હોય છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પેસેન્જર્સની સંખ્યા 8.5 લાખને ક્રોસ
આ સંખ્યામાં સ્ટુડન્ટ, નોકરીયાત મુસાફરો વધારે જોવા મળ્યા છે. જેમની પાસે પુરતા ડોક્યુમેન્ટ્સ ન હોવાથી ટ્રાફિકના દંડનો શિકાર ન બનવું પડે તે માટે સરકારી બસોનો સહારો લઇ રહ્યા છે. AMTS-BRTSની સાથે સાથે ટેક્સી અને રિક્ષામાં પણ મુસાફરોની સંખ્યા વધી છે. એએમસીના અધિકારીના જણાવ્યા અનુસાર, BRTSના લોન્ચ બાદ આ પહેલીવાર હશે જ્યારે આટલી મોટી સંખ્યામાં પેસેન્જરોએ મુસાફરી કરી હોય છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પેસેન્જર્સની સંખ્યા 8.5 લાખને ક્રોસ કરી છે જે એક રેકોર્ડ છે. તેઓ વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા લાદવામાં આવેલ આ ભારે દંડનો બીજો એક હેતું એ પણ છે કે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો લાભ ઉઠાવે જેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here