દિશા પટણીના આ Bikini Photo જોઇને લોકો ભડક્યા, કહી આ અભદ્ર વાત

0
122

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) પોતાની ફિલ્મોથી વધુ બોલ્ડનેસ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મોમાં પણ દિશાના રોલ નાના હોય છે. અને મોટાભાગે ફિલ્મના પ્રમોશન અને આઇટમ સોંગ પૂરતા જ લિમિટેડ હોય છે. પણ તેમ છતાં સોશિયલ મીડિયા પર તેની સારી એવી ફોન ફોલોઇંગ છે. દિશાની બોલ્ડનેશના પણ અનેક દિવાના છે. અને વળી તે અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી પણ રહેતી હોય છે. જેને તેના ફેન્સ કોમેન્ટથી વધાવી લે છે.

જો કે હાલમાં જ દિશાએ એક બોલ્ડ ફોટો પોસ્ટ કર્યો છે. જો કે આ ફોટો પોસ્ટ કર્યા પછી દિશાને ટ્રોલનો શિકાર બનવી પડ્યું હતું. (Disha Patani Troll) દિશાએ પોતાની બિકની ફોટો (Disha Patani Bikini Photos) પોસ્ટ કરી છે. જેને પર લોકોએ ભદ્દા કમેન્ટ આપ્યા છે.

હાલ દિશા પાટણીએ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક બ્લૂ બિકનીમાં ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યો છે. આ ફોટો એક બ્રાન્ડના પ્રમોશનનો ભાગ છે. પણ દિશાએ આ તસવીર શેર કરતા લોકોએ તેની પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. અને તેને ટ્રોલ કરવાની શરૂ કરી છે. લોકોની કમેન્ટ જોઇને સમજાય છે કે દેશનાં હાલ જે પરિસ્થિતિઓ અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે તે વચ્ચે દિશાની આ રીતની તસવીર જોઇને વ્યૂયર્સ નારાજ છે.

એક યુઝર આરોપ લગાવતા કહ્યું કે આ કેટલું યોગ્ય છે દેશની સ્થિતી ખરાબ છે અને તમારે બસ આજ કામ કરવું છે. તમારા માટે તાળીઓ. બીજા યુઝર્સે લખ્યું કે તમે આ અંદાજમાં જોઇને લાગે છે કે તને દેશની બહાર કરી દેવી જોઇએ. એક અન્ય યુઝર્સને તો દિશાનો ફોટો જોઇને દેશ પર સંકટ પણ નજર આવી ગયો. એક યુઝર્સે લખ્યું ‘દેશ સ્ખતે મેં હૈં!’

જો કે વર્કફ્રંટની વાત કરીએ તો સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી બૉલિવૂડમાં ડેબ્યૂ કરનાર દિશા પટણી અત્યાર સુધી ત્રણ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જેમાં ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 2 અને સલમાન ખાનની ફિલ્મ ભારત સામેલ છે. આ સિવાય હાલ તે અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સાથે પોતાની આવનારી ફિલ્મ મલંગને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મને મોહિત સૂરી ડાયરેક્ટ કરી રહ્યા છે. અને આ એક રોમાન્ટિક થ્રિલર છે. આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રીલિઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here