Saturday, September 18, 2021
Home10 વર્ષ સુધી આલ્કોહોલ લેતાં લોકોમાં ખતરનાક વાઈરસ હેપેટાઈટિસ-Cનું જોખમ વધે છે
Array

10 વર્ષ સુધી આલ્કોહોલ લેતાં લોકોમાં ખતરનાક વાઈરસ હેપેટાઈટિસ-Cનું જોખમ વધે છે

દેશમાં હેપેટાઈટિસ-Cના કેસ વધી રહ્યા છે. એક્સપર્ટ તેને સાયલન્ટ કિલર કહે છે કારણ કે તેનાં સંક્રમણ થયાના અનેક વર્ષો બાદ લક્ષણો જણાય છે. આ વાઈરસ એટલા માટે પણ ખતરનાક છે કે તે અન્ય બીમારીઓને જન્મ આપે છે. હેપેટાઈટિસ-Cની સારવાર જો સમયસર ન કરવામાં આવે તો લિવર સિરોસિસ અને કેન્સરનું જોખમ વધે છે.

આવા દર્દીઓની સ્થિતિ ખરાબ થવાનું મોટું રિસ્ક ફેક્ટર આલ્કોહોલ છે. રિસર્ચમાં સાબિત થયું છે કે જે લોકો દરરોજ 80mlથી વધારે આલ્કોહોલ લે છે તેમને લિવર કેન્સર થવાનું જોખમ 5ગણું વધારે રહે છે.

સંક્રમણ થવા પર જોખમ બમણું

ફોર્ટિસ કેન્સર ઈન્સ્ટિટ્યુટમાં ઓન્કોલોજી વિભાગના ડાયરેક્ટર ડૉ. રાજીવ બેદી જણાવે છે કે, આલ્કોહોલ હિપેટોસેલ્યુલર કાર્સિનોમા નામનાં લિવરનું કેન્સર વધારે છે.

મેક્સ હોસ્પિટલના ઓન્કોલોજિસ્ટ ડૉ. ગૌતમ ગોયલના જણાવ્યા પ્રમાણે, દેશમાં હિપેટોસેલ્યુલર કાર્સિનોમાના કેસ વધી રહ્યા છે. દર 1 લાખ પુરુષ પર 7 અને 1 લાખ મહિલા પર 4 કેસ જોવા મળી રહ્યા છે. 40થી 70 વર્ષની ઉંમરના લોકો તેના રિસ્ક ઝોનમાં છે. તેથી હેપેટાઈસિસ-Cની તપાસની મદદથી યોગ્ય સમયે તેની ઓળખ કરી તેની સારવાર કરાવવી જરૂરી છે.

પંજાબમાં વધારે કેસ

અન્ય રાજ્યોની સરખામણીએ પંજાબમાં હેપેટાઈટિસ-Cના વધારે કેસ છે. કારણ કે પંજાબ રાજ્યના લોકો આલ્કોહોલનું વધારે સેવન કરે છે. લાંબા સમયથી લિવરની બીમારીથી પીડિત હોય, હેપેટાઈટિસ B અથવા Cથી સંક્રમિત હોય અથવા વધારે પડતાં આલ્કોહોલનું સેવન કરતાં હોય તેમને લિવરનું કેન્સર થવાનું જોખમ વધારે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments