વડોદરા : લોકડાઉનમાં છૂટછાટ મળતા લોકોએ ખરીદી માટે લાઈનો લગાવી, હેર સલૂનમાં કારીગરો PPE કીટ પહેરીને હેર કટિંગ કરે છે

0
0
  • વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 700ને વટાવીને 712 પર પહોંચ્યો
  • હેર સલૂનના કારીગરો પીપીઇ કીટ, હાથમાં ગ્લોવ્સ અને મોઢા માસ્ક પહેંરીને કામ કરે છે

વડોદરા શહેરમાં લોકડાઉનમાં છૂટછાટ મળતાં નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હેર સલૂન અને ફરસાણની સહિતની દુકાન શરૂ થઇ ગઇ છે. વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં કેટલાક હેર સલૂનમાં સંચાલકો અને કારીગરો પીપીઇ કીટ સાથે હેર કટિંગ કરતા જોવા મળ્યા હતા. આમ લોકડાઉન 4.0નું ખુબ જ સાવચેતીથી અને ચુસ્તપણ પાલન કરવામાં આવી રહ્યું છે.

55 દિવસ બાદ લોકોએ નાસ્તો લેવા માટે લાઈનો લગાવી

વડોદરા શહેરના કડક બજાર માર્કેટ સહિત સમગ્ર શહેરમાં નોન-કન્ટેન્ટમેન્ટ બજારો ખુલ્યા છે. 55 દિવસ બાદ લોકોને સમોસા, ભજીયા અને ખમણ ખાવા મળતા લોકોએ લાઇનો લગાવી હતી અને દુકાનો ખુલતા જ વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. જોકે દુકાનોમાં ગ્રાહક ન બેસી શકે તે માટે દુકાનની અંદર જવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રાહકોને નાસ્તો પાર્સલ કરીને આપવામાં આવી રહ્યો છે.

પોઝિટિવ દર્દીઓનો આંક 700ને વટાવીને 712 પર પહોંચ્યો

વડોદરા શહેરમાં સોમવારે કોરોનાના વધુ 21 દર્દીઓ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 700ને વટાવીને 712 પર પહોંચ્યો હતો. વધુ 49 લોકો કોરોના મુક્ત થતાં અત્યાર સુધીમાં કુલ 437 દર્દી સાજા થયા છે. આ સાથે ભાઇલાલ અમીન હોસ્પિટલમાં જ કામ કરતા તબીબ અને સ્ટાફનર્સ પૈકીના 10ને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલમાં વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની 240 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે તે પૈકી 15ની હાલત હજી પણ ચિંતાજનક છે, જે પૈકી 9ને ઓક્સિજન પર અને 6ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here