Sunday, November 28, 2021
Homeકોરોનાવાઈરસથી સાજા થયેલા લોકો 3 મહિનામાં જ રોગપ્રતિકારક શક્તિ ગુમાવી શકે છે,...
Array

કોરોનાવાઈરસથી સાજા થયેલા લોકો 3 મહિનામાં જ રોગપ્રતિકારક શક્તિ ગુમાવી શકે છે, ફરી સંક્રમણ થવાનું જોખમ

  • લંડનની કિંગ્સ કોલેજ દ્વારા માર્ચથી જૂન મહિનામાં આ રિસર્ચ કરવામાં આવ્યું
  • 17% લોકોમાં જ ત્રણ મહિના બાદ અગાઉ જેટલા જ એન્ટિબોડીઝ જોવા મળ્યા હતા
  • ત્રણ મહિના બાદ અગાઉ કરતાં એન્ટિબોડીઝ 23 ગણાં ઘટ્યા હતા

કોરોનાવાઈરસનો કહેર વિશ્વભરમાં યથાવત છે. ઈંગ્લેન્ડમાં થયેલા એક રિસર્ચ પ્રમાણે જે લોકો કોરોનાવાઈરસથી સ્વસ્થ થઈ ચૂક્યા છે તેઓ કેટલાક મહિનાઓ બાદ કોરોના સામેની રોગ પ્રતિકારક શક્તિ ગુમાવી શકે છે. સામાન્ય કોલ્ડ કે ફ્લૂમાં જેમ ફરી વાઈરસ હુમલો કરી શકે છે તેવું કોરોનાવાઈરસના કેસમાં પણ સંભવ છે.

રિસર્ચ અને પરિણામ

  • આ રિસર્ચ લંડનની કિંગ્સ કોલેજ દ્વારા માર્ચથી જૂન મહિનામાં કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં 65 દર્દીઓ, 6 હેલ્થકેર વર્કર્સ અને 31 મેડિકલ સ્ટાફ સામેલ હતા.
  • લંડનના ગાય્સ એન્ડ સેન્ટ થોમસ NHS ફાઉન્ડેશનના દર્દીઓ અને સ્ટાફ પર આ રિસર્ચ થયું. તેમાં 90થી વધારે કોરોનાથી સાજા થયેલા લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.
  • રિસર્ચમાં જોવા મળ્યું કે, કેટલાક લોકોમાં વાઈરસ સામેના એન્ટિબોડીઝ 3 અઠવાડિયાંમાં જ ઘટવા લાગે છે. રિસર્ચમાં સામેલ લોકોમાંથી માત્ર 17% લોકોમાં જ ત્રણ મહિના બાદ અગાઉ જેટલા જ એન્ટિબોડીઝ જોવા મળ્યા હતા.
  • રિસર્ચ અનુસાર, વાઈરસ સામે લડી ચૂકેલા લોકોમાં ત્રણ મહિના બાદ અગાઉ કરતાં એન્ટિબોડીઝ 23ગણાં ઘટ્યા હતા.

રિસર્ચમાં સામેલ સંશોધકોએ જણાવ્યું કે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ અનેક રીતે વાઈરસ સામે લડતી હોય છે, પરંતુ એન્ટિબોડીઝ તેનું મુખ્ય ઘટક હોય છે. જો લોકો પોતાની એન્ટિબોડીઝ ગુમાવવા લાગ્યા તો તેમને ફરી કોરોનાવાઈરસનું સંક્રમણ થઈ શકે છે. એન્ટિબોડીઝ ઘટી જવા પર બની શકે કે કોરોનાવાઈરસની રસી પણ અસરકારક સાબિત ન થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments