સુરત : ફૂલપાડા ગામ તળને અન્ય વોર્ડમાં ખસેડવાતા લોકોએ ક્લેક્ટરને આવેદનપત્ર આપી વાંધો ઉઠાવ્યો

0
0

મહાનગર પાલિકાના નવા વોર્ડ સીમાંકન કરવામાં આવ્યાં છે. જેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. વોર્ડની ભૌગોલિક દિશાઓ નવી થઈ હોવાથી લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ફૂલપાડા વોર્ડના રહિશોએ ક્લેક્ટરને આવેદનપત્ર આપી નવા સીમાંકનનો વિરોધ કર્યો છે. સાથે તેમને જે વોર્ડમાં હાલ તેમના કામ થાય છે ત્યાં જ રહેવા દેવાની માંગ કરવામાં આવી છે. નવા સીમાંકનમાં ફૂલપાડા ગામતળને વોર્ડ નંબર 5માં લઈ જવાતા ગ્રામજનો તેનો જૂનો વોર્ડ નંબર 6 હતો તે જ રાખવાની માંગ કરી રહ્યાં છે. આ માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપી સીમાંકન સામે વાંધો ઉઠાવ્યો છે.

વોર્ડ જેમ છે તેમ જ રહેવા દો

વકીલ તેજસ મહેતાએ કહ્યું, ફૂલપાડા ગામ તળને વોર્ડ નંબર 6માંથી અમારા વિસ્તારને વોર્ડ 5માં લઈ જવાની વાત થઈ છે. અમારો વોર્ડ કતારગામ ઝોન સાથે સંકળાયેલો છે. ત્યારે અમને 5 નંબરમાં મર્જ કરવામાં આવે તો પાલિકાને જ કાર્ય બોજ વધે તેવું છે. વળી લોકોને પણ તકલીફ થાય તેમ છે. જેથી અમારી લાગણી અને માંગણી કતારગામ વોર્ડમાં જોડાવાની હોવાથી ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તમામ સમાજના પ્રમુખોએ માંગ રજૂ કરી છે કે, વોર્ડ જેમ છે તેમ જ રહેવા દો.

વોર્ડ ચેન્જ થાય તો તકલીફ થાય

માછી સમાજના અશ્વિન પટેલ એ જણાવ્યું હતું કે અમે કતારગામ વોર્ડમાં વર્ષોથી જોડાયેલા છીએ. હવે અશ્વિનીકુમાર વોર્ડમાં જોડાવાની જે વાત કરવામાં આવે છે તેનો અમે વિરોધ કરીએ છીએ. આ વિરોધ સાથેની રજૂઆત ક્લેક્ટરને કરવા માટે આવ્યાં છીએ.બ્રહ્મ સમાજ સાથે માછી અને અન્ય સમાજ પણ આ વિરોધમાં જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here