આ 3 વસ્તુ ઉમેરી જમાવેલા બરફના ટુકડાથી કરો ચહેરાની માવજત, લોકો જોતાં રહી જશે તમારી સુંદરતા

0
10

હવે ઉનાળો શરુ થઈ ચુક્યો છે તેવામાં યુવતીઓ ત્વચાને તરોતાજા રાખવા માટે બરફનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશે. જેમણે બરફનો ઉપયોગ ત્વચા પર કર્યો નથી તેઓ બરફથી થતા લાભથી અજાણ હશે. તો ચાલો આજે સૌથી પહેલા તો તમને જણાવીએ બરફથી ત્વચાને કેટલા લાભ થાય છે.

નિસ્તેજ ત્વચાને તેજ આપે છે.
ખીલ થતા અટકે છે.
ત્વચાની બળતરા દૂર થાય છે.
સનબર્નની સારવાર થાય છે.
કચરલીઓ દૂર થાય છે.
ગરમીના કારણે ઓઈલી સ્કીન થતી હોય તો તે સમસ્યા દૂર થાય છે.

હવે તમને જણાવીએ કે સાદા બરફનો ઉપયોગ કરવાને બદલે બરફમાં શું ઉમેરી તેનો ઉપયોગ કરવાથી તેનો લાભ વધારે થઈ શકે છે.

1. ચહેરા પર તમે મધયુક્ત બરફનો ઉપયોગ કરી શકો છો. તેના માટે બરફ જમાવો ત્યારે પાણીમાં મધ ઉમેરી દેવું. આ બરફથી ત્વચાનું તેજ બમણું થઈ જશે.

2. આ રીતે સનબર્ન દૂર કરવા માટે તમે એલોવેરાયુક્ત બરફનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે એલોવેરાનો ગર કાઢી તેને જમાવીને અથવા તેમાં થોડુ પાણી ઉમેર્યા બાદ તેને સ્ટોર કરી ઉપયોગ કરવો.

3. સવારે જાગો ત્યારે આંખમાં પફીનેસ રહેતી હોય તો ગ્રીન ટી બેગને પાણીમાં ડીપ કરી અને તે પાણીનો બરફ જમાવી તેનો ઉપયોગ કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here