પરમિટધારક : કોરોના કાળ દરમિયાન દારૂની પરમિટ લેનારા લોકો વધ્યાં

0
0

છેલ્લાં ચાર વર્ષમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યા કોરોના કાળમાં બમણી થઈ છે. 2018થી જૂન-2021 સુધીમાં સિવિલમાંથી 3,108 નવી પરમિટ લેવાઈ હતી જ્યારે 5,701 પરમિટ રિન્યુ કરાઈ હતી, જેમાંથી વર્ષ 2020માં સૌથી વધુ 1600 એટલે કે બમણાથી વધુ લોકોએ સિવિલમાંથી નવી પરમિટ મેળવી અને રિન્યુ કરાવી હતી. ગયા વર્ષે કોરોનાને કારણે અઢી મહિના, આ વર્ષે 15 એપ્રિલથી મે સુધી પરમિટની કામગીરી બંધ હતી. જોકે આ વર્ષે જૂન સુધીમાં 723 લોકોએ નવી અને 1 હજારથી વધુ પરમિટ રિન્યુ કરાવી હોવાનું મેડિકલ ઓફિસર ડો. જે. એન. સોલંકીએ જણાવ્યું હતું.

એજન્ટો પરમિટ કઢાવી આપવાના નામે રૂ. 40થી 50 હજાર પડાવે છે
પરમિટ કઢાવી આપવાને નામે ઘણા એજન્ટો લોકો પાસેથી રૂ.40થી 50 હજાર પડાવે છે. હોસ્પિટલમાં યુનિટ દીઠ અને વર્ષ પ્રમાણે પરમિટના અલગ અલગ ચાર્જ હોય છે, જે સરકારી નીતિ-નિયમો મુજબ હોય છે, પરંતુ આવા એજન્ટો પરમિટ કઢાવી આપવાને બહાને લોકો પાસેથી હજારો રૂપિયા પડાવે છે તેમ એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

2થી 4 વર્ષ માટે પરમિટ રિન્યુ કરવાના 8 હજારથી 20 હજાર

યુનિટ વર્ષ યુઝર ચાર્જ
2.00 2 8 હજાર
2 3 10 હજાર
3 3 15 હજાર
3 2 14 હજાર
4 1 15 હજાર
4 2 17 હજાર
4 3 19 હજાર
4 4 20 હજાર

કયા વર્ષે કેટલી પરમિટ અપાઈ

વર્ષ નવી પરમિટ રિન્યુ કુલ
2,018.00 205 745 950
2019 580 2285 2865
2,020 1600 1668 3268
2021 723 1003 1726
કુલ 3,108 5,701 8,809

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here