પર્સનલ ફાઈનાન્સ : વધારે લિમિટ માટે અપ્લાય, સહિત 5 કારણોથી ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન રિજેક્ટ થશે

0
0

ઘણીવાર તમે ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય કરો છો, પરંતુ તમને કાર્ડ મળતું નથી. બેંક કોઈ ક્રેડિટ કાર્ડ એપ્લિકેશન એક્સેપ્ટ કે રિજેક્ટ કર્યા પહેલાં ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન આપે છે. તે ચકાસે છે કે, જે વ્યક્તિને તે ક્રેડિટ કાર્ડ આપી રહ્યું છે તે તેના લાયક છે કે નહીં. ક્રેડિટ કાર્ડ માટેની એપ્લિકેશન રિજેક્ટ થાય તેવા 5 કારણો અમે તમને જણાવી રહ્યા છીએ:

ખરાબ ક્રેડિટ સ્કોર
રિજેક્ટ થવાનું એક કારણ ક્રેડિટ સ્કોર ખરાબ પણ હોય શકે છે. જો તમે કોઈ લોન ડિફોલ્ટ કરી હોય કે પછી તમે હપ્તો મોડા ભરતા હોવ તો આવિ સ્થિતિમાં તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે.

સેલરી ઓછી હોવી
કોઈ પણ વ્યક્તિને ક્રેડિટ કાર્ડ આપ્યા પહેલાં બેંક તેની રીપમેન્ટ કેપેસિટી જોવે છે. આ જાણવા માટે બેંક તે વ્યક્તિ પાસે ફોર્મ 16 કે સેલરી સ્લિપ માગે છે. જો તેની વાર્ષિક આવક બેંક દ્વારા નક્કી કરેલી રકમમાં ના આવે, તો તે વ્યક્તિની એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે.

વધારે લિમિટને લીધે
વધારે લિમિટના ચક્કરમાં તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. આથી પહેલાં તમારા કાર્ડથી એક સારી ક્રેડિટ હિસ્ટ્રી બનાવો, એ પછી તમે સરળતાથી પ્રીમિયમ કાર્ડ લેવાને લાયક બની જશો. જો તમે પહેલીવાર ક્રેડિટ કાર્ડ લઇ રહ્યા હોવ તો એક બેઝિક, વર્ષની ફી વગરના કાર્ડથી શરુઆત કરો. આ રીતના કાર્ડને નો ફ્રિલ્સ કાર્ડ કહેવાય છે. આ ઓછા ખર્ચ લિમિટવાળું કાર્ડ હોય છે. શરુઆતમાં વધારે લિમિટવાળા ક્રેડિટ કાર્ડનો મોહ ના રાખવો.

વધારે અપ્લાય ના કરો
ક્રેડિટ કાર્ડ આપનારી બેંક કે નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન(NBFC)તમારી એપ્લિકેશન મંજૂર કર્યા પહેલાં તમારી ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે છે. તેવામાં જો તમે બહુ બધી બેંકમાં અને ઘણા બધા કાર્ડ માટે અપ્લાય કરેલું હશે તો તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. આથી કાર્ડ માટે વધારે વખત અપ્લાય ના કરવું જોઈએ.

ઓછા સમયમાં વધારે નોકરી બદલવા પર તકલીફ થશે
જો તમે વધારે નોકરીઓ બદલી રહ્યા છો તેની અસર ક્રેડિટ કાર્ડ અરજી પર થઈ શકે છે. વારંવાર નોકરી બદલવાને અસ્થિર કરિયરનો સંકેત માનવામાં આવે છે અને આથી આવા વ્યક્તિને ક્રેડિટ કાર્ડ આપવું એ થોડું રિસ્કી માનવામાં આવે છે. તેનાથી ક્રેડિટ કાર્ડ મળવાની શક્યતા ઓછી થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here