PETAની જાહેરાત, સોનુ સૂદ અને શ્રદ્ધા કપૂર 2020ના હોટેસ્ટ વેજિટેરિયન, આ જ અવોર્ડ પીએમ મોદી અને બિગ બી પણ જીતી ચૂક્યા છે

0
5

પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA)એ એક્ટર સોનુ સૂદ અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને 2020માં ભારતના હોટેસ્ટ વેજિટેરિયન જાહેર કર્યા છે. સોનુ સૂદ PETA ના પ્રો વેજિટેરિયન પ્રિન્ટ ઇન્ડિયા કેમ્પેનમાં સામેલ થયો હતો અને ‘હગ અ વેજિટેરિયન ડે’માં ભાગ પણ લીધો હતો.

સોનુએ ઘાયલ કબૂતરનો જીવ બચાવ્યો…
સોનુએ સોશિયલ મીડિયાની એક અપીલને પ્રોત્સાહન પણ આપ્યું હતું, જેમાં મેકડોનાલ્ડને કહેવામાં આવ્યું હતું કે તે તેના મેનુમાં મેકવિગન બર્ગરને આગળ વધારે. તેણે એક કબૂતરનો જીવ બચાવ્યો હતો, જે તેને દીકરા સાથે ક્રિકેટ રમવા સમયે ઘાયલ મળ્યું હતું. PETAની એક કુક બુકથી પ્રેરણા લઈને જ શ્રદ્ધા કપૂરે નોનવેજ ખાવાનું છોડી દીધું હતું. હવે શ્રદ્ધા કોઈપણ એવો અવસર નથી છોડતી જેના પર તે પ્રાણીઓ વિશે વાત કરી શકે છે.

PETAએ કહ્યું આ બંને દુનિયામાં પરિવર્તન લાવે છે…
PETAએ કહ્યું કે સોનુ અને શ્રદ્ધા જ્યારે બેસે છે તો તેઓ દુનિયામાં પરિવર્તન લાવવામાં મદદ કરે છે. ફળ અને શાકભાજી ક્યારેય મહામારીનું કારણ નથી બનતા. PETA ઇન્ડિયા સોનુ અને શ્રદ્ધાનું સન્માન કરે છે, કારણકે આ બંને ન્યૂ નોર્મલમાં તેમના ફેન્સને મીટ ફ્રી ખાવા માટે પ્રેરિત કરી રહ્યા છે અને તે પણ ખુદ રોલ મોડેલ બનીને.

રેખા અને બીગ બી પણ અવોર્ડ જીતી ચૂક્યા છે…
સોનુ અને શ્રદ્ધા પહેલાં હોટેસ્ટ વેજિટેરિયન ઓફ ઇન્ડિયા અવોર્ડ જીતનારા લોકોમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, ફૂટબોલર સુનિલ છેત્રી, અનુષ્કા શર્મા, કાર્તિક આર્યન, વિદ્યુત જામવાલ, કંગના રનૌત, શાહિદ કપૂર અને રેખા સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here