ક્રિકેટ : પીટરસને IPL અંગે સૂચન આપતાં કહ્યું – ટૂર્નામેન્ટ નાના ફોર્મેટમાં દર્શકો વિના ત્રણ સલામત સ્ટેડિયમમાં થવી જોઈએ

0
6

સ્પોર્ટ્સ ડેસ્ક. કોરોના વાઈરસના પ્રકોપના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર સંકટના વાદળો ઘેરાયા છે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને કહ્યું કે, IPLની 13મી સીઝન થવી જોઈએ. ટૂર્નામેન્ટ ત્રણ સલામત સ્ટેડિયમમાં દર્શકો વિના રમાવવામાં આવી જોઈએ. આ વખતે ટૂર્નામેન્ટનું ફોર્મેટ નાનું હશે અને તે ત્રણ-ચાર અઠવાડિયામાં સમાપ્ત થઇ શકે છે. ગયા મહિને, BCCIએ કોરોના અને વિઝા પ્રતિબંધના કારણે 29 માર્ચથી શરૂ થનાર ટૂર્નામેન્ટને મુલતવી રાખી હતી. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાવવાની હતી.

દરેક ખેલાડી IPL રમવા માટે ઉત્સુક છે

ઇંગ્લિશ ખેલાડીએ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલને કહ્યું, મારું માનવું છે કે IPLની આ સીઝન થવી જ જોઈએ. વિશ્વનો દરેક ખેલાડી તેવું ઈચ્છે છે અને રમવા માટે ઉત્સુક છે. ખેલાડીઓ અને ફ્રેન્ચાઇઝીની સાથે પડદા પાછળ કામ કરનારાઓ માટે પણ IPLનું ખૂબ મહત્વ છે. કોઈપણ એવી રીત શોધવી જોઈએ કે ફ્રેન્ચાઇઝી પૈસા કમાઈ શકે. ઉદાહરણ તરીકે, બધી મેચો ત્રણ સ્ટેડિયમમાં દર્શકો વિના 3-4 અઠવાડિયામાં રમાડી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here