સુરત : કોંગ્રેસના કોર્પોરેટર વિરૂધ્ધ જમીન પચાવી ધમકી અપાતી હોવાની પોલીસ કમિશનરને અરજી કરાઈ

0
0

કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા વિરુદ્ધ જમીન પચાવી પાડવા બદલ પોલીસ કમિશ્નરને અરજી કરાઈ છે. કોર્પોરેટર સાયકલવાલા ધાક ધમકી આપી જમીનનો કોમન પ્લોટ પચાવવા માંગે છે એવો આરોપ મુકાયો છે. સ્થાનિકો રહીશોએ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી ન્યાયની અપીલ કરી છે. આ બાબતે અસલમ સાયકલ વાળાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ફરિયાદ કરનારાનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. કોર્ટમાં કેસ ચાલે છે, ખોટી ફરિયાદ કરવામાં આવે છે. સામે પાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે સ્થાનિક લોકોને રાજકીય હાથો બની રહ્યા છે.

કોર્પોરેટર પર સ્થાનિકોએ ગંભીર આરોપ કર્યા
નૂર અલી સરદાર અલીએ જણાવ્યું હતું કે, સલાબતપુરામાં આપેલી ફરિયાદની તપાસ ઢીલી થઈ ગઈ છે. જેને લઈ પોલીસ કમિશનર સાહેબને અરજી કરી છે. કે અસલમ સાયકલવાલા અને તેના માણસો ડુપ્લીકેટ ભાડા કરાર પર ખ્વાજા નગરમાં રોડ ટચ 12×12ની ખોલી પચાવી પાડી ગુમાસ્તાનું લાયસન્સ મેળવી 5 વર્ષથી કબજો કરીને બેઠા છે. એટલું જ નહીં પણ માણસો દ્વારા ખોલી ખાલી કરાવી આપું રૂપિયા આપો એવી માંગ કરી ધમકાવવાનો અને ઘર આંગણે ગાળા ગાળી કરતા તમામ વીડિયો અને CCTV સુધીના પુરાવા છે. આગામી દિવસોમાં તમે નહિ તો હાઉસિંગ બોર્ડ કે બિલ્ડર રૂપિયા આપશે એવા વિચાર પણ રાખે છે.

પોલીસ તપાસ ન કરતી હોવાના આરોપ
ખટોદરા શાસ્ત્રી નગર સોસાયટી નજીકના કોમન પ્લોટમાં 5 વર્ષથી જાવેદખાન અલી ખાન પઠાણ એ કબજો કરી ભાડા કરાર બનાવી દીધા છે. એવું કહે છે કે, હું આ જગ્યા કયારેય પણ ખાલી કરવાનો જ નથી. રસ્તો બંધ કરીને કબ્જો કરાયો છે. છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે.

ચૂંટણીના કારણે ગેરમાર્ગે દોરવાનું કામ-અસલમ સાયકલવાલા
અસલમ સાયકલવાલાએ કહ્યું કે, આરોપો તદ્દન પાયા વિહોણા છે. આ અગાઉ પણ જ્યારે બે પક્ષ વચ્ચે માથાકૂટ થયેલી તેની પોલીસમાં નોંધ છે. પરંતુ હાલ ચૂંટણી નજીક આવી રહી હોવાથી મારા રાજકિય વિરોધીઓ મને નીચે દેખાડવા મથી રહ્યાં છે. ત્યારે હું પોલીસને વિનંતી કરૂ છું કે યોગ્ય તપાસ કરીને સત્ય બહાર લાવવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here