પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને : વર્ષ 2020-21 માં એક લીટર પેટ્રોલના ભાવમાં રૂ. 21.17 અને ડીઝલના ભાવમાં રૂ.22.57 નો વધારો

0
0

કોરોનાકાળમાં વેપાર-ધંધાને ફટકા વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારાથી જામનગરવાસીઓનું જીવન દોયલું બન્યું છે. કારણ કે, વર્ષ 2019-20માં એક લીટર પેટ્રોલના ભાવમાં રૂ.1.07 અને ડીઝલના ભાવમાં સરેરાશ રૂ.1.82 નો ઘટાડો થયો હતો. જયારે વર્ષ 2020-21 માં એક લીટર પેટ્રોલના ભાવમાં રૂ. 21.17 અને ડીઝલના ભાવમાં રૂ.22.57 નો વધારો નોંધાયો છે. વર્ષ 2020-21માં પેટ્રોલના ભાવમાં 98 પૈસાના ઘટાડા સામે રૂ.20.19 અને ડીઝલના ભાવમાં રૂ.3.31ના ઘટાડા સામે રૂ.19.26 નો વધારો નોંધાયો છે. આથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો આંશિક ઘટાડો છેતરામણો પુરવાર થયો છે.

મોંઘવારીમાં લોકોનું જીવન દોહ્યલું બન્યું
કેન્દ્ર સરકારનો પેટ્રોલ-ડીઝલના ભાવ પર કોઇ અંકુશ નથી. કારણ કે, ઓઇલ કંપનીઓ ભાવ નકકી કરી રહી છે. આ સ્થિતિમાં છેલ્લાં વર્ષ 2020-21 માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસહ્ય વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. કારણ કે, વર્ષ 2020-21માં જામનગરમાં ટેકસ સહિત એક લીટરના ભાવમાં રૂ. 21.17 અને ડીઝલના ભાવમાં રૂ. 22.57 નો વધારો નોંધાયો છે. પેટ્રોલ-ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટ મોઘું બનતા અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારાથી મોંધાવારીએ માઝા મૂકતા લોકોનું જીવન દોયલું બન્યું છે.

12માંથી 7 મહિના ઇંધણના ભાવમાં સતત વધારો
વર્ષ-2020ના એપ્રિલ મહિનાથી વર્ષ-2021ના માર્ચ મહિના એટલે કે 12 માંથી 7 મહિના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાયો છે. જેમાં જૂન મહિનામાં સૌથી વધુ પેટ્રોલના ભાવમાં રૂ.10.79 અને ડીઝલના ભાવમાં રૂ.12.69 નો સમાવેશ થાય છે. જયારે એપ્રિલ, મે અને માર્ચ મહિનામાં કોઇ વધારો થયો ન હતો.

વર્ષ 2020-21 માં મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો-ઘટાડો
મહિનો પેટ્રોલ ભાવ વધ-ઘટ ડીઝલ ભાવ વઘ-ધટ
એપ્રિલ 67.05 0 65.08 0
મે 67.05 0 65.08 0
જૂન 67.05 10.79 65 12.69
જુલાઇ 77.84 0.02 77.77 1.37
ઓગષ્ટ 77.86 1.63 79.14 0
સપ્ટેમ્બર 79.49 -0.98 79.14 0
ઓકટોબર 78.51 0 75.91 -0.08
નવેમ્બર 78.51 1.25 75.83 2.14
ડીસેમ્બર 79.76 1.33 77.97 1.56
જાન્યુઆરી 81.09 2.44 79.53 2.76
ફેબ્રુઆરી 83.53 4.69 82.29 5.36
માર્ચ 88.22 0 87.65 0

એક વર્ષમાં પેટ્રોલ-ડીઝલ રૂ.88 થી વધુએ પહોંચ્યું
જામનગરમાં વર્ષ 2019-20માં માર્ચ મહિનાના અંતે એક લીટર પેટ્રોલના ભાવ રૂ.69.10 અને ડીઝલના ભાવ રૂ.67.19 હતાં. જયારે નાણાંકીય વર્ષ 2020-21માં માર્ચ મહિનાના અંતે એક લીટર પેટ્રોલના ભાવ વધીને રૂ.88.22 અને ડીઝલના ભાવ રૂ.87.65 પર પહોંચ્યા હતાં.

વર્ષ 2019-20 માં મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો-ઘટાડો
મહિનો પેટ્રોલ ભાવ વધ-ઘટ ડીઝલ ભાવ વઘ-ધટ
એપ્રિલ 70.17 0.28 69.01 0.67
મે 70.45 -1.47 69.68 -0.33
જૂન 68.98 -1.11 69.35 -2.16
જુલાઇ 67.87 2.4 67.19 1.9
ઓગષ્ટ 70.27 -0.79 69.09 -0.79
સપ્ટેમ્બર 69.48 2.5 68.3 2.35
ઓકટોબર 71.98 -1.74 70.65 -1.82
નવેમ્બર 70.24 1.98 68.83 0
ડીસેમ્બર 72.22 0.21 68.83 2.26
જાન્યુઆરી 72.43 -1.86 71.09 -1.82
ફેબ્રુઆરી 70.57 -1.47 69.27 -2.08
માર્ચ 69.1 0 67.19 0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here