Saturday, September 25, 2021
Homeપેટ્રોલની માગ : પેટ્રોલિયમ કંપનીઓએ જુલાઈ 2021માં 23.7 લાખ ટન પેટ્રોલનું વેચાણ...
Array

પેટ્રોલની માગ : પેટ્રોલિયમ કંપનીઓએ જુલાઈ 2021માં 23.7 લાખ ટન પેટ્રોલનું વેચાણ કર્યું

કોરોનાની બીજી લહેરના કારણે લાગેલા પ્રતિબંધોમાં ઢીલથી દેશમાં જુલાઈમાં વિવિધ ઈંધણની માંગમાં વધારો નોંધાયો છે. આ સાથે પેટ્રોલની ખપત પણ મહામારી પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. રવિવારે જારી કરાયેલા પ્રાથમિક આંકડામાં આ માહિતી અપાઈ છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ જુલાઈ 2021માં 23.7 લાખ ટન (230 લાખ લિટર) પેટ્રોલનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષની તુલનામાં 17% વધુ છે. જ્યારે જુલાઈ 2019માં પેટ્રોલનું વેચાણ 23.9 લાખ ટન રહ્યું હતું. આ સિવાય દેશમાં સૌથી વધુ વપરાશ ધરાવતા ઈંધણ ડીઝલનું વેચાણ ગયા વર્ષના જુલાઈની તુલનામાં 12.36% વધીને 54.5 લાખ ટન રહ્યું. જોકે, આ આંકડો જુલાઈ 2019ની તુલનામાં 10.9% ઓછો છે.

ફાઇલ તસવીર - Divya Bhaskar

ભારતની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન એસ. એમ. વૈદ્યે 30 જુલાઈએ કહ્યું હતું કે, પેટ્રોલની માંગ મહામારીના પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. કારણ કે, હવે લોકો જાહેર પરિવહનના બદલે ખાનગી વાહનોનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. હવે ડીઝલની માંગ પણ કોરોના પહેલાના સ્તરે પહોંચી જવાની આશા છે, પરંતુ તેવું ત્યારે જ શક્ય બનશે જ્યારે મહામારીની સંભવિત ત્રીજી લહેરમાં કોઈ જ પ્રકારના આર્થિક પ્રતિબંધો લાદવામાં ના આવે.

જુલાઈમાં સતત બીજા મહિને દેશમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ વધ્યો
માર્ચ પછી જુલાઈમાં સતત બીજા મહિને દેશમાં ઈંધણનો વપરાશ વધ્યો છે. ઈંધણની માંગ માર્ચ 2021માં સામાન્ય થવાની નજીક હતી, પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે લગાવેલા પ્રતિબંધોથી ઈંધણનું વેચાણ ઘટ્યું હતું. કોરોનાના કારણે દેશના મોટા ભાગના રાજ્યોમાં લૉકડાઉનને પગલે મે 2021માં ઈંધણનો વપરાશ ગયા વર્ષના ઓગસ્ટ પછી સૌથી ઓછો થઈ ગયો હતો. જોકે, પ્રતિબંધોમાં ઢીલ મૂકાયા પછી આર્થિક ગતિવિધિઓ ફરી શરૂ થતાં જૂનમાં ઈંધણની માંગમાં ફરી વધારો નોંધાયો હતો.

મહામારી પછી LPGની માંગ પણ 4% વધી
વિમાન ઈંધણની ખપત પણ 29.5% વધી, પરંતુ તે જુલાઈ 2019ની તુલનામાં 53.1% ઓછી સરકારી આંકડા પ્રમાણે, આ ગાળામાં રસોઈ ગેસ એટલે કે એલપીજીની માંગમાં પણ વાર્ષિક ધોરણે 4.05% વધીને 23.6 લાખ ટન થઈ ગઈ હતી. તે જુલાઈ 2019ની તુલનામાં 7.55% વધુ છે. બીજી તરફ, વિમાન કંપનીઓના પ્રવાસ પ્રતિબંધોના કારણે પણ અત્યાર સુધી હવાઈયાત્રા સંપૂર્ણપણે ફરી શરૂ થઈ શકી નથી. જેના કારણે વાર્ષિક આધારે વિમાનમાં વપરાતા ઈંધણ એટીએફની માંગ જુલાઈ 2021માં 29.5% વધીને 2,91,100 ટન રહી. જોકે, તે જુલાઈ 2019ની તુલનામાં 53.1% ઓછી છે.

વીજની માંગ 12% વધી, પ્રિ કોવિડ સ્તરે પહોંચી
દેશની વીજળીની ખપત જુલાઈમાં લગભગ 12% વધી ગઈ છે. તે 125.51 અબજ યુનિટ પર પહોંચી ગઈ છે. આ કોરોના પૂર્વેના સ્તરે પહોંચી છે. જુલાઈ 2019માં ખપત 116.48 અબજ યુનિટની હતી. જુલાઈ 2020માં વીજળીની ખપત 112.14 અબજ યુનિટની રહેવા પામી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments