Monday, September 20, 2021
Homeપેટ્રોલ-ડીઝલ : પહેલીવાર સરકારની આવકવેરાથી પણ વધુ કમાણી પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે...
Array

પેટ્રોલ-ડીઝલ : પહેલીવાર સરકારની આવકવેરાથી પણ વધુ કમાણી પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે થઈ

કોરોના સંક્રમણ અને લૉકડાઉનના કારણે જ્યારે દેશમાં મોટા ભાગના લોકોની આવક ઘટી રહી હતી ત્યારે રાહત આપવાની જગ્યાએ સરકારે મોંઘા પેટ્રોલ-ડીઝલનું ભારણ નાખી દીધું. પરિણામે પહેલીવાર સરકારની આવકવેરાથી પણ વધુ કમાણી પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ મારફતે થઈ છે. આંકડા અનુસાર આવકવેરામાં લોકોએ 4.69 લાખ કરોડ રૂપિયા ભર્યા.

જોકે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને વેટ તરીકે 5.25 લાખ કરોડ રૂપિયાથી વધુ ચૂકવવા પડ્યા. જ્યારે કંપનીઓએ આ દરમિયાન સૌથી ઓછું 4.57 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ ચૂકવ્યો. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ અને વેટ ઉપરાંત અડધા ડઝનથી વધુ નાના ટેક્સ, ચાર્જ તથા સેસ લાગે છે જે તેનાથી અલગ છે. નાણાવર્ષ 2020-21માં પેટ્રોલિયમ ઉત્પાદનોનાં વેચાણથી સરકારને 5.25 લાખ કરોડ રૂપિયા ટેક્સ મળ્યો. તેમાં કેન્દ્ર સરકાર વતી વસૂલાયેલ એક્સાઈઝ ડ્યૂટી અને રાજ્યોનો વેટ પણ સામેલ છે.

વેટનો આંકડો ફક્ત ડિસેમ્બર સુધીનો છે. એટલે કે માર્ચ ત્રિમાસિકમાં રાજ્યોને થયેલી આવક તેમાં સામેલ નથી. સરકારી ખજાનામાં આવકવેરા તરીકે 4.69 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા. જોકે કંપનીઓએ કોર્પોરેટ ટેક્સ તરીકે 4.57 લાખ કરોડ રૂપિયા જ જમા કર્યા.

નાણાકીય વર્ષ 2019-20માં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ, વેટ તરીકે 4.23 લાખ કરોડ રૂપિયા વસૂલાયા. આવકવેરો 4.80 લાખ કરોડ રૂપિયા આવ્યો. કંપનીઓને સર્વાધિક 5.56 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ તરીકે ચૂકવ્યા હતા. 2020-21માં પેટ્રોલ-ડીઝલનું વેચાણ અગાઉના વર્ષથી 10.50 ટકા ઓછું હોવા છતાં સરકારની ટેક્સથી કમાણી એટલી જ વધારે થઈ છે.

મોંઘા પેટ્રોલ-ડીઝલની અસર ગરીબો પર વધુ
અર્થશાસ્ત્રી પ્રો.અરુણકુમાર કહે છે કે પેટ્રોલ-ડીઝલ પર લાગતો ટેક્સ અપ્રત્યક્ષ ટેક્સ હોય છે. અર્થશાસ્ત્રમાં તેને રિગરેસિવ ટેક્સ મનાય છે. આવકના પ્રમાણમાં જોવાય તો ગરીબો માટે આ ટેક્સ ટકાવારી વધારે હોય છે. મોંઘા ઈંધણથી મોંઘવારી વધે છે. સાથે જ કમાણીનો એક હિસ્સો તેના પર ખર્ચાઈ જવાથી લોકોની ડિસ્પોઝેબલ આવક ઘટી રહી છે. અંગત માગ ઓછી થઈ રહી છે. તેની ભરપાઈ સરકારી માગથી પૂરી ન કરી શકાય. સરકારે પ્રત્યક્ષ ટેક્સોથી કલેક્શન વધારવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments