સતત 21માં દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, જાણો આજનો ભાવ

0
3
  • 21માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો
  • ડીઝલ 21 પૈસા તો પેટ્રોલ 25 પૈસા મોંઘુ થયું
  • છેલ્લા 21 દિવસમાં ડીઝલ 11 રૂપિયા તો પેટ્રોલ 9.12 રૂપિયા મોંઘુ થયું

 

 

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં નરમી વચ્ચે આજે સતત 21માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ડીઝલ 21 પૈસા તો પેટ્રોલ 25 પૈસા મોંઘુ થયું છે. છેલ્લા 21 દિવસમાં ડીઝલ 11 રૂપિયા તો પેટ્રોલ 9.12 રૂપિયા મોંઘુ થઈ ચુક્યુ છે.

શનિવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમતનો લીટરદીઠ ભાવ 80.38 રૂપિયા, જ્યારે એક લીટર ડીઝલની કિંમત 80.40 રૂપિયા હતી. દિલ્હીમાં પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ વધી ગયો છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યા બદલે છે.

દિલ્હી : પેટ્રોલ 80.38 રૂપિયા અને ડીઝલ 80.40 રૂપિયા.

નોઇડા : પેટ્રોલ 81.04 રૂપિયા અને ડીઝલનો ભાવ 72.48 રૂપિયા પ્રતિ લીટર છે.

લખનઉ : અહીં પેટ્રોલનો ભાવ 80.94 અને ડીઝલનો ભાવ 72.37 રૂપિયા લીટર છે.

મુંબઈ : એક લીટર પેટ્રોલની કિંમત87.14 રૂપિયા અને ડીઝલની કિંમત 78.71 રૂપિયા છે.

ચેન્નાઇ : અહીં એક લીટર પેટ્રોલની કિંમત 83.59 રૂપિયા અને ડીઝળની કિંમત 77.61 રૂપિયા છે.

કોલકાતા : પેટ્રોલની કિંમત 82.59 રૂપિયા અને ડીઝલની કિંમત 75.52 રૂપિયા છે.

ભોપાલ : પેટ્રોલની કિંમત 88.03 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલની કિંમત 79.82 રૂપિયા પ્રતિ લીટર છે.

જયપુર : પેટ્રોલ 87.51 રૂપિયા, જ્યારે ડીઝલ 81.19 રૂપિયા છે.

પટના : એક લીટર પેટ્રોલની કિંમત 83.27 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 77.30 રૂપિયા છે.

ચંદીગઢ : પેટ્રોલની કિંમત 77.36 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 71.86 રૂપિયા પ્રતિ લીટર છે.

અમદાવાદ : એક લીટર પેટ્રોલની કિંમત 77.86 અને એક લીટર ડીઝલની કિંમત 77.72 છે.

21 દિવસમાં 11 રૂપિયા મોંઘુ થયું ડીઝલ

આંતરરાષ્ટ્રીય બજારમાં આમ તો 21 દિવસમાં મોટાભાગે ક્રૂડ આયાતની કિંમતો સામાન્ય રહી, પરંતુ ઘરેલૂ બજારમાં ભાવ સતત વધી રહ્યાં છે. હાલ ઈન્ડિયન બાસ્કેટ કાચા તેલની કિંમત 42 ડોલર પ્રતિ બેરલ ચાલી રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તે પ્રમાણે ઘટાડો થયો નથી. તેની અસર છે કે છેલ્લા 21 દિવસમાં ડીઝલની કિંમતોમાં 11 રૂપિયા પ્રતિ લીટર તો પેટ્રોલમાં 9.12 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.