Thursday, October 21, 2021
Homeસતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો શું છે આજનો ભાવ.
Array

સતત પાંચમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો શું છે આજનો ભાવ.

કોરોના કહેર વચ્ચે સતત પાંચમાં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. ગઇકાલે સોમવારે ડીઝલના ભાવમાં 17થી 19 પૈસાનો વધારો થયો હતો, જ્યારે પેટ્રોલના ભાવમાં મહત્તમ 7 પૈસાનો વધારો થયો હતો. ત્યારે આજે ફરી એક વાર ભાવમાં વધારો થયો છે.

રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો. તેને કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 71.41 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો.

નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ તેનો ભાવ લગબગ બમણો થઈ જાય છે.

  • દિલ્હી- પેટ્રોલ 81.59 રૂપિયા અને ડીઝલ 71.41 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 77.90 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ
  • 83.15 રૂપિયા અને ડીઝલ 74.98 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈ- પેટ્રોલ 84.64 રૂપિયા અને ડીઝલ 76.88 રૂપિયા પ્રતિ લીટર છે.

અમદાવાદમાં નવો ભાવ

મહાનગર અમદાવાદમાં ફરીથી એક વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં 7 પૈસા અને ડીઝલમાં 18 પૈસાનો વધારો નોંધાયો છે. તો આવનારા દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ 80 રૂપિયા લીટર થઈ શકે છે. ત્યારે આ ભાવ વધારા સામે અમદાવાદીઓ વિરોધ દર્શાવી રહ્યાં છે. અમદાવાદીઓની માંગ છે કે, સરકારે પેટ્રોલમાં ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ.

વડોદરામાં નવો ભાવ 

તો વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. આજે મંગળવારે વડોદરામાં પેટ્રોલનો 78.70 રૂપિયા છે અને ડીઝલનો 76.53 રૂપિયા છે. છેલ્લા 5 દિવસમાં પેટ્રોલના ભાવમાં 56 પૈસાનો વધારો થયો છે. અને ડીઝલના ભાવમાં 5 દિવસમાં 1.05 રૂપિયાનો વધારો થયો છે.

સુરતમાં નવો ભાવ

સતત પાંચમા દિવસે સુરતમાં સતત પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સુરતમાં આજે પેટ્રોલનો ભાવ 79.11 અને ડીઝલનો ભાવ 76.97 થયો છે. ગઈકાલે અન્ય શહેરોની જેમ સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હતો. ગઈકાલે સુરતમાં પેટ્રોલમાં 6 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો વધારો થયો.હતો.

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments