પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ વધારે ઘટશે

0
12

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જાન્યુઆરીના મધ્યથી અત્યાર સુધીમાં પ્રતિ લીટર ચાર રૂપિયાનો ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રુડનો ભાવ વધુ ૨.૭૦ ટકા ઘટીને ૧૩ મહિનાના તળિયે પહોંચી જવાથી દેશમાં ઈંધણ વધારે સસ્તું થવાની શકયતા છે. ગુરુવારે બ્રેન્ટ ક્રુડનો ભાવ ૫૨ ડોલર પ્રતિ બેરલ હતો. કોરોના વાઈરસના કારણે વૈશ્ર્વિક અર્થતત્રં પર વધુ મોટો ફટકો પડશે અને ઓઈલની ડિમાન્ડ ઘટશે એવી ધારણા ક્રુડમાં નરમાઈ છે. નાયમેકસ ક્રુડ પણ ૨.૮૭ ટકા ઘટીને ૪૭.૩૩ ડોલર પ્રતિ બેરલ થયું હતું. જાન્યુઆરીના મધ્યથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં રૂા.૩.૭૧ અને ડીઝલમાં રૂા.૪.૪૧નો ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લીટરે રૂા.૭૧.૯૬ અને ડીઝલનો ભાવ રૂા.૬૪.૬૫ હતો.

સરકારી ઈંધણ રિટેલર્સ ઓઈલના આંતરરાષ્ટ્ર્રીય ભાવની ૧૫ દિવસની મૂવિંગ એવરેજને ધ્યાનમાં રાખીને તથા ડોલરના ભાવને ધ્યાનમાં લઈને પેટ્રોલ અને ડીઝલનો વેચાણ ભાવ નકકી કરે છે. ઈંધણના ભાવમાં મોટાભાગે ક્રુડ ઓઈલની ચાલને અનુસરવામાં આવે છે. છેલ્લા આઠ દિવસમાં ક્રુડ તેલમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે કારણ કે ઘણા દેશોએ પોતાને ત્યાં કોરોના વાઈરસના કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. ચાલુ વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં ઓઈલમાં લગભગ ૨૫ ટકા જેટલો ઘટાડો થયો છે.

ભારત જેવા હેવી એનર્જી વપરાશકાર દેશ માટે ઓઈલના ભાવ ઘટે તે ફાયદાકારક છે. ભારત પોતાની જરૂરિયાતના ૮૫ ટકા ઓઈલની આયાત કરે છે. ઈંધણ સસ્તું થવાથી ફગાવો અંકુશમાં રહે છે, ઈંધણ સબસિડી ઘટે છે, ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો થાય છે અને સરકાર પાસે જાહેર ખર્ચ માટે વધુ નાણાં ઉપલબ્ધ બને છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here