Friday, April 19, 2024
Homeભાવવધારો : 1 એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, BS-6 ઈંધણ વેચાશે
Array

ભાવવધારો : 1 એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, BS-6 ઈંધણ વેચાશે

- Advertisement -

નવી દિલ્હી: IOCએ શુક્રવારે જાહેર કર્યું છે કે 1 એપ્રિલથી તે બીએસ-6 ઈંધણનું વેચાણ શરૂ કરશે આથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે.

આઈઓસીના ચેરમેન સંજીવ સિંહે મુંબઈમાં કહ્યું કે ઓછા સલ્ફર વાળા ડીઝલ અને પેટ્રોલના ઉત્પાદન માટે આઈઓસીએ 17 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 1 એપ્રિલથી દેશભરમાં નવા ઈંધણનું વેચાણ શરૂ થશે જેમાં સલ્ફરનું પ્રમાણ માત્ર 10 પાર્ટ પર મિલિયન હશે. અત્યારે આ પ્રમાણ 50 પીપીએમ જેટલું હોય છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું નહોતું કે ભાવમાં કેટલો વધારો થશે. આ અગાઉ બીપીસીએલએ પણ આ સુવિધા માટે 7 હજાર કરોડનો ખર્ચ કર્યો હોવાનું જાહેર કર્યું હતું. એચપીસીએલએ કહ્યું છે કે 1 માર્ચથી માત્ર બીએસ-6 પેટ્રોલ-ડીઝલ વેચશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular