દિવાળીએ રાંધણગેસની હોળીની આશંકા: પેટ્રોલીયમ કંપનીઓ ઉંધા માથે

0
0

નવી દિલ્હી તા.27
સાઉદી અરેબિયાના તેલમથકો પર ડ્રોન હુમલાના પગલે તેની નિકાસને અસર થઈ છે, ત્યારે તહેવારો સમયે માંગ વધવાના અંદાજે ભારતમાં ઈંધણના રિટેલર્સ લિકિવફાઈડ પેટ્રોલીયમ ગેસ (એલપીજી), એટલે કે રાંધણગેસનો પુરવઠો મેળવવા દોડાદોડી કરી રહ્યા છે.


ઓકટોબરના અંતમાં દિવાળી પહેલાં ડિલીવરી મળી રહે એ માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિંદુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન એલપીજીનો પુરવઠો મેળવવા બજાર ગોતી રહ્યા છે. સાઉદી અરેબિયાની આયાતકારોએ કેટલીક નિકાસ મુલત્વી રાખી છે. ભારત પેટ્રોલિયમનું ટેન્ડર ખરીદવા ચાલુ સપ્તાહે કોઈએ રસ દાખવ્યો નહોતો. એશિયન બજારમાં પુરવઠાની નાજુક સ્થિતિને લઈને ખરીદીમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયન ઓઈલના ચેરમેન સંજીવ સિંહએ જણાવ્યું હતું કે આગામી મહિને અમે વધુ માંગની ધારણા રાખી રહ્યા છીએ, અને સાઉદીએ ઓકટોબરના પ્રથમ કેટલાક શિપમેન્ટ મુલત્વી રાખવા સંકેત આપ્યો છે. અમે બધુ એલપીજી ખરીદવા પ્રયાસો કરી રહ્યા છીએ. ઓકટોબર-નવેમ્બર પેચીદા મહિનાઓ હોય છે, એ એથી બધા રિટેલર પ્રયાસો કરી રહ્યા છે.
ભારત એલપીજીનું બીજા નંબરનું મોટું આયાતકાર છે. અડધી જરૂરિયાત વિદેશી સપ્લાયરો, મોટાભાગે સાઉદી અરેબિયા,કતાર, ઓમાન અને કુવૈતના ઉત્પાદકો તરફથી સંતોષવામાં આવે છે. સપ્ટેમ્બરમાં ચોમાસુ પુરું થતાં સામાન્ય રીતે રાંધણ ગેસની માંગ વધતી હોય છે. મોસમી માંગ ઉપરાંત લાકડા અને છાણ જેવા પ્રદૂષણકારી ઈંધણનો વપરાશ ઘટાડવા ‘ઉજજવલા’ યોજના હેઠળ ગરીબોને પણ એલપીજી નેટવર્ક હેઠળ મોટી સંખ્યામાં આવરી લેવાયા હોવાથી માંગ વધી છે.


ચાલુ સપ્તાહે, ભારતને વધુ બે શિપમેન્ટ આપવા ઓફર કરી અબુ ધાબી નેશનલ ઓઈલ કોર્પોરેશનએ અરમાકો માટે ખાધ પુરી હતી. આગામી બે સપ્તાહમાં આ માલ ભારતના બંદરોએ આવી પહોંચશે. પેય્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 24 સપ્ટેમ્બરે ટિવટ કરી જણાવ્યું હતું કે ધાર્યા કરતા વધુ ઝડપે સાઉદી અરેબિયા પ્રોડકશન વધારી રહ્યું છે, અને હુમલા પુર્વેની ક્ષમતા તરફ આવુ કરી રહ્યું છે.
વળી, અબુધાબી તરફથી પણ પુરવઠો મળવા ધારણા છે. માંગમાં કોઈ સ્થળે અચાનક વધારો આવે તો અબુધાબીની આયાત બફરનું કામ કરશે. આઈઓસીના સિંહે જણાવ્યું હતું કે અમે કોઈ કટોકટી જોઈ રહ્યા નથી, પણ તહેવારો માયે વધારાની સાવચેતી દાખવી રહ્યા છીએ. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સાઉદી અરેબિયાની નિકાસ ત્રણ સપ્તાહ સુધી 6 લાખ ટન જેટલી ઘટી જશે. દેશનું માલિક વેચાણ 708,000 ટન છે એ જોતાં આ જથ્થો મોટો હતા. બીપીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ જહાજો સતત આવતા રહે તેની અમને જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here