પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને કહ્યું કે ઠંડીનાં કારણે ડીઝલ-પેટ્રોલની કિંમતો વધી ગઇ છે

0
3

પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતો અંગે સામાન્ય માણસથી માંડીને રાજકીય પક્ષો મોદી સરકારને નિશાન બનાવી રહ્યા છે. અને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, આ દરમિયાન પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે ઠંડીનાં કારણે ડીઝલ-પેટ્રોલની કિંમતો વધી ગઇ છે, અને શિયાળાની ઋતુંમાં આવું થતું હોય છે, અને તેની વિદાયની સાથે જ કિંમતો ઘટી જશે.

પ્રધાને તેલ ઉત્પાદક દેશોનાં સંદર્ભમાં કહ્યું તમે કિંમતોમાં વૃદ્ધી નહીં કરી શકો, કેમ કે આયાત કરનારા દેશોને તે પ્રભાવિત કરે છે, ખરાબ હવામાનનાં કારણે છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં અમેરિકામાં ઉત્પાદન ધીમુ થઇ ગયું છે, પ્રધાને કહ્યું કે કેટલાક દિવસોમાં સ્થિતી સુધરે તેવી આશા છે, આ પહેલા ધર્મેન્દ્ર પ્રધાને કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે તેમનું મંત્રાલય જીએસટી કાઉન્સિલથી પેટ્રોલિયમ ઉત્પાદનોને તેમની મર્યાદામાં સામેલ કરવાની વિનંતી કરી રહ્યું છે, કેમ કે તેનાથી લોકોને ફાયદો થશે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પણ કેટલાક દિવસો પહેલા સંકેત આપ્યા હતા કે પેટ્રોલિયમ પેદાશોની વિનંતી પર જીએસટી કાઉન્સિલ અમલ કરે છે તો, પેટ્રોલ-ડિઝલની કિંમતો અડધી રહી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here