વેક્સિનની ફાઇનલ રેસ શરૂ : ફાઇઝર, મોડર્ના, ઓક્સફોર્ડના ડેટા સામે આવ્યા : ભારતને સૌથી સસ્તી, સૌથી વધુ અને 90% પ્રભાવી રસી મળશે

0
2

કોરોના સામેની લડતમાં સોમવારે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની વેક્સિન (એઝેડડી-1222) અડધા ડોઝમાં 70.4 % અસરકારક પુરવાર થઈ છે. એક મહિના પછી જ્યારે એ જ દર્દીઓને (જેમના પર ત્રીજા તબક્કાનું પરીક્ષણ થઈ રહ્યું છે) ફરી આખો ડોઝ આપવામાં આવ્યો ત્યારે રસી 90% સુધી અસરકારક નીવડી છે. ખાસ વાત એ છે કે આ જ વેક્સિન ભારતને સૌથી સસ્તી અને સૌથી વધુ મળવાની શક્યતા છે, કારણ કે તેનું ઉત્પાદન દવાઓનું ઉત્પાદન કરતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અમેરિકા-જર્મની અને યુકેમાં ડિસેમ્બરથી રસીકરણ શરૂ

અમેરિકા, બ્રિટન તથા યુરોપના કેટલાક દેશોએ ડિસેમ્બરથી રસીકરણ શરૂ કરવાની યોજના જાહેર કરી છે. અમેરિકામાં 11 ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થશે, જ્યારે સ્પેને જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે. બ્રિટને આ સપ્તાહે ફિઝર દ્વારા નિર્મિત રસીને મંજૂરી આપી દેશે. બ્રિટને 1 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.

2021ના અંત સુધીમાં 300 કરોડ ડોઝ તૈયાર થશે

  • ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2021ના અંત સુધીમાં 300 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય છે.
  • વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાનમાં રાખી શકાય છે.
  • માર્ચ-2021 સુધીમાં 40 કરોડ રસી ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે.
  • આખા ડોઝનો મહત્તમ ભાવ 1 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

5 વેક્સિન; આ છે નામ, કામ અને દામ

વેક્સિન સ્થિતિ ક્યારે આવશે કિંમત (પ્રતિ ડોઝ)
મોડર્ના (યુએસ) ઇમર્જન્સી યુઝની તૈયારી,
94.5% અસરકારક
ડિસેમ્બરમાં
આવી શકે છે
1850-2750 રૂપિયા
ફાઈઝર (યુએસ) ઇમર્જન્સી યુઝની મંજૂરી માગી,
95% અસરકારક
ડિસેમ્બરમાં
આવી શકે છે
1450 રૂપિયા
ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા
(બ્રિટન)
યુકે-બ્રાઝિલના પરીક્ષણમાં
90% સુધી અસરકારક
ફેબ્રુઆરીમાં
આવી શકે છે
500 – 600 રૂપિયા
કોવેક્સિન (ભારત) ત્રીજી ટ્રાયલ શરૂ લગભગ 26 હજારલોકો પર ટ્રાયલ થશે
સ્પુતનિક વી (રશિયા) બીજા અને ત્રીજા તબક્કાની
ટ્રાયલ ચાલુ
બે ડોઝ અપાશે નક્કી નથી

 

કોરોના વેક્સિનની આશાએ ક્રૂડની સાથે વૈશ્વિક બજારોમાં તેજી

મુંબઈ : ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનને ત્રીજા તબક્કામાં 70.4 ટકા સફળતા મળવા અંગે તથા અમેરિકામાં મોટે પાયે રસીકરણની તૈયારીના અહેવાલે સોમવારે ક્રૂડ ઓઈલની કિંમતમાં તથા એશિયા અને યુરોપનાં શેરબજારોમાં તેજીનો પવન ફૂંકાતો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં પણ સેન્સેક્સ 194 પોઈન્ટના ઉછાળા સાથે 44,077 પર બંધ આવ્યો હતો. ચાલુ મહિને ક્રૂડના ભાવ અત્યારસુધીમાં 21 ટકા જેટલા વધી ગયા છે. બ્રેન્ટ ક્રૂડનો ડિસેમ્બર વાયદાનો ભાવ 1.64 ટકા ઊછળીને 45.81 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here