ફાઇઝરની કોરોના વેક્સિન નવેમ્બરના મધ્ય પહેલાં નહીં આવે, ટ્રમ્પે 3 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં વેક્સિન આવી જવાની વાત કરી હતી

0
4

ફાઇઝર કંપનીની કોરોના વેક્સિન નવેમ્બરના મધ્યભાગ પહેલાં આવવાની શક્યતા નથી. કંપનીના સીઇઓ ડૉ. આલ્બર્ટ બોરુલાએ શુક્રવારે કહ્યું કે કંપની નવેમ્બરના ત્રીજા અઠવાડિયા પહેલાં વેક્સિનને ઇમરજન્સી મંજૂરી માટે અરજી નહીં કરે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલાં વેક્સિન તૈયાર થઇ જશે પણ ફાઇઝરના આ નિવેદન બાદ તે દાવો ખોટો સાબિત થતો દેખાઇ રહ્યો છે.

બોરુલાએ કહ્યું કે ઓક્ટોબરના અંત સુધીમાં અમારી પાસે એ માહિતી હશે કે વેક્સિન કામ કરશે કે નહીં? જોકે, તે છતાં કંપનીએ સુરક્ષા અને મેન્યુફેક્ચરિંગનો ડેટા એકત્રિત કરવો પડશે. તેથી નવેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધીનો સમય લાગી જશે. વેક્સિનની રેસ પર ચાંપતી નજર રાખનારા નિષ્ણાતો પહેલેથી કહી રહ્યા છે કે ફાઇઝર ઓક્ટોબરના અંત સુધીમાં એફડીએની શરતો પૂર્ણ કરવાની સ્થિતિમાં નહીં હોય પણ કંપનીના ટોચના અધિકારીઓ વારંવાર વેક્સિન ઓક્ટોબરમાં આવી જવાની વાત કરી રહ્યા હતા. હવે કંપનીનો અને તેના સીઇઓનો ટોન બદલાયો છે અને તેઓ સ્વીકારી રહ્યા છે કે તેમાં સમય લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here