ફાઇઝરની વેક્સિન લેનારને અપેક્ષા કરતાં વધારે એલર્જી જોવા મળી

0
0

કોરોના મહામારી દરમિયાન અમેરિકામાં ફાઈઝર કંપનીએ બનાવેલી વેક્સિનને ઉતાવળમાં મંજૂરી આપી દીધી છે. જોકે હાલ ફાઈઝરની વેક્સિન એક ખરાબ ન્યૂઝ લઈને આવી હોય એવું લાગે છે. આ વેક્સિન લેનાર લોકોને એલર્જીની સમસ્યા અપેક્ષા કરતાં વધારે જોવા મળી રહી છે. અમેરિકામાં 30 કરોડ લોકો સુધી કોરોના વેક્સિન પહોંચાડવાના અભિયાન ‘ઓપરેશન વોર્પ સ્પીડ’ના ચીફ સાઈન્ટિફિક એડ્વાઈઝર ડોક્ટર મોન્સેફે આ માહિતી આપી છે.

ડોક્ટર મોન્સેફે જણાવ્યું હતું કે ફાઈઝર-બાયોટેકની બનાવવામાં આવેલી કોરોના વેક્સિનથી લોકોમાં એલર્જીની સમસ્યા વધુ જોવા મળી રહી છે. આ વેક્સિનથી કુલ 8 લોકોમાં એલર્જીની સમસ્યા નોંધવામાં આવી છે, એમાંથી છ અમેરિકાના છે અને બે યુકેના.

આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલાં જ અમેરિકાએ ફાઈઝર સાથે કોરોના વેક્સિનની 10 કરોડની ડીલ કરી છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ વેક્સિન નિર્માતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી રહી હતી કે તેઓ મહત્તમ એલર્જિક લોકોમાં ટ્રાયલ કરવાનું વિચારે, ખાસ કરીને એપિ-પેન-એન્ટી એલર્જિક દવા લેનાર લોકોને.

યુકેમાં મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)એ પહેલાં જ એડ્વાઈઝરી જાહેર કરીને લોકોને કહ્યું છે કે જે લોકોને વધારે એલર્જીની સમસ્યા હોય તેઓ ફાઈઝર-બાયોટેક વેક્સિન ન લે. અમેરિકાની FDAએ પણ આ એડ્વાઈઝરી જાહેર કરી છે.

એલર્જીનું કારણ શું છે?

હાલ એલર્જીના કારણોમાં સૌથી ઉપર પોલીઈથાઈલીની ગ્લાઈકોલ (પીઈજી) કમ્પાઉન્ડને માનવામાં આવે છે, જે વેક્સીનના મુખ્ય તત્વોમાં સામેલ છે. ફાઈઝર-બાયોનટેક અને મોર્ડનાની વેક્સીનમાં આવેલા પીઈજીનો ઉપયોગ આ પહેલાં કોઈ વેક્સિનમાં નથી થયો. જોકે તેને અમુક દવાઓમાં સામેલ કરવામાં આવે છે.

નોંધનીય છે કે, આ મહિને અમેરિકામાં સતત કોરોના કેસ વધવાના કારણે ઉતાવળમાં એફડીએ વિભાગે ફાઈઝર વેક્સીનને મંજૂરી આપવામાં આવે છે. વેક્સીન એડ્વાઈઝરી સમૂહે નિર્ણય કર્યો છે કે, ફાઈઝરની વેક્સીન 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને જ આપવી. ફાઈઝરે દાવો કર્યો હતો કે તેમની વેક્સીન 95 ટકા કરતાં વધારે પ્રભાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here