અમદાવાદ : ફાફડા ગાંઠિયાનો ભાવ રૂ.૪૦૦થી ૭૮૦: શુધ્ધ ઘીની જલેબી રૂ.૫૦૦થી ૧૨૦૦

0
31

અમદાવાદ : નવરાત્રિના અતિ શુભ દશેરા તહેવાર નિમિતે બજારમાં ગાંઠીયા-જલેબીનું દર વર્ષની માફક જબ્બર વેચાણ થવાનું છે, પરંતુ લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી થઈ રહી છે, ગાંઠીયામાં વપરાતા બેસનનો ભાવ કિલોના રૂ.૭૫ થી ૮૦ છે. તેની સામે ગાંઠીયા રૂ.૪૦૦થી નીચે વેચાતા નથી. ગાંઠીયા-જલેબી બનાવવા માટે મજૂરી, વીજળી, માલ-સામાન, નફો ગણીએ તો પણ આટલો ભાવ કોઈપણ સંજોગોમાં બેસે નહીં. છતાં વેપારીઓ લોકોને લૂંટવામાં જરા પણ કસર છોડતા નથી. માત્ર દશેરાના તહેવારે જ સમગ્ર શહેરમાં દસ હજાર કાઉન્ટરો ઉભા થશે, આ કાઉન્ટરો પરથી એક અંદાજ મુજબ દસ લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે.

 

નવરાત્રિમાં આઠમના દિવસથી ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવવામાં આવે છે. ૭૦ લાખની વસતિ ધરાવતા શહેરમાં નાના-મોટા મળીને આશરે ૧૦,૦૦૦ હજારથી વધુ ફાફડા-જલેબીના કાઉન્ટરો ઉભા કરીને વેચાણ કરવામાં આવશે. બજારમાં ફાફડાનો ભાવ કિલોના રૂ.૪૦૦ થી રૂ.૭૮૦ સુધી બોલાય છે. જયારે શુધ્ધ દ્યીની જલેબીના કિલોના રૂ.૫૦૦ થી રૂ.૧,૨૦૦ ભાવ ચાલી રહ્યા છે. ફાફડા-જલેબીની સાથે પપૈયાની છીણ, મરચાં અને કઢી આપવામાં આવે છે. આટલા મોંદ્યા ફાફડા બનાવવા માટે વપરાતું બેસન વેપારીઓને માત્ર રૂ.૭૫ થી ૮૦ કિલો લેખે મળે છે. પરંતુ તેમાંથી ફાફડા તૈયાર કર્યા બાદ વેપારીઓ એટલો બધો નફો ચડાવે છે કે ફાફડા ખરીદવા મોંદ્યા પડી જાય છે.

ફાફડાનો આટલો ભાવ લઈને ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે. ચાર વ્યકિતનું કુટુંબ હોય તો અઢીસો ગ્રામ ફાફડા અને અઢીસો ગ્રામ જલેબીમાં ગળે-તાળવે પણ થાય નહીં. ઓછામાં ઓછું બંને વસ્તુ ૫૦૦-૫૦૦ ગ્રામ લે તો જ બધાને પુરું થાય. પરંતુ વેપારીઓએ ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચાડીને દશેરા જેવા તહેવારની મજા બગાડી નાખી છે. એએમસીના અધિકારીઓ રોજ ફાફડા-જલેબીના નમૂના લે છે તેમાં સબસ્ટાન્ડર્ડ સામાન આવે તેવી શકયતા જ વધુ હોય છે.

સાચુ ચિત્ર રિપોર્ટ આવે ત્યારે સ્પષ્ટ થશે. શહેરમાં જુદી જુદી જગ્યાએ બે દિવસ પહેલાથી જ ફાફડા-જલેબીના વેચાણ માટે મોટા માંડવા ઉભા કરવામાં આવ્યા છે. આ માંડવામાં ફાફડા- જલેબી બનાવીને વેચાણ કરવામાં આવતુ હોય છે. જયારે કલબોમાં નોમ અને દશેરાના દિવસોમાં મોટાપાયે ફાફડા અને જલેબીના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે.

ડ્રાયફ્રુટના ભાવોમાં અત્યારથી ૨૫ ટકા સુધીનો વધારો થતા દિવાળીમાં બનતી ડ્રાયફ્રુટ મીઠાઈના ભાવોમાં વધારો થઈ શકે તેમ છે. સામાન્ય દિવસોમાં રૂ.૯૦૦ કિલો મળતા કાજુ રૂ.૧૧૫૦ થી રૂ.૧૩૫૦ કિલો વેચાણ થઈ રહ્યા છે. આખી અખરોટ રૂ. ૬૦૦ કિલો મળતી હતી જે અત્યાર રૂ.૯૦૦ કિલો અને ફોલેલી અખરોટ રૂ.૧૬૦૦ કિલો વેચાણ થઈ રહી છે. બદામ રૂ.૮૫૦ કિલો મળતી હતી તે અત્યારે રૂ.૧૨૫૦ કિલો વેચાણ રહી છે. પીસ્તા ફોલેલા રૂ.૨૩૦૦ કિલો, અંજીર કિલોએ રૂ.૨૦૦૦ના ભાવે વેચાઈ રહ્યા છે, દિવાળીના તહેવાર પહેલા ભાવો વધી જતા દિવાળીના તહેવારમાં ડ્રાયફ્રુટ મીઠાઈના ભાવોમાં ૨૫ ટકા સુધીનો વધારો થઈ શકે તેમ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here