અમરેલી જિલ્લામા સાવરકુંડલા ધારી બાદ આજે અમરેલી શહેરમાં નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ નગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી કરાઈ હતી, જેમાં એક હજાર ઉપરાંતના દબાણો સામે આવ્યા હતા. જોકે, મોટાભાગે મુખ્ય માર્ગો ઉપર આવેલ જાહેર માર્ગ ઉપર દબાણ કેટલાક લોકોએ સ્વૈચ્છિક દૂર પણ કરી દીધા હતા. આજે ડીમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર સહિત ટીમો ઉપરાંત વહીવટી તંત્રના પ્રાંત અધિકારી સહિતનો કાફલો આ ડીમોલેશનમાં જોડાયો હતો. ડી.વાય.એસ.પી. સહિત પોલીસ અધિકારીઓની ટીમો ચુસ્ત બંદોબસ્ત રાખી કામ કરી રહ્યા છે. અલગ-અલગ વિસ્તારમાં ડીમોલેશન કરવા માટેની ટીમો બનાવી છે જે વિસ્તાર વાઇઝ ડીમોલેશન કરી રહ્યા છે. જ્યારે હજુ આવતી કાલ સુધી આ ડીમોલેશનની કામગીરી ચાલવાની છે.
ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે દબાણ હટાવવા માટેની ખાસ ઝૂંબેશ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે જેના કારણે રોડ રસ્તા ખુલ્લા થશે ટ્રાફિક માંથી લોકોને મુક્તિ મળશે. અમરેલી ભાજપ નેતા ડો.ભરત કાનાબાર દ્વારા ટ્વીટ કરી ડીમોલેશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જેમાં દબાણ થતું હોય ત્યારે સુતા રહેતા તંત્રને અચાનક જ દબાણો હટાવવાનું જોશ ચડ્યું છે. જાણે યુદ્ધ હોય તેમ પોલીસની ફ્લેગ માર્ચ થાય છે પ્રાઇવેટ મિલકત કે ટ્રાફિકને અડચણરૂપનાં હોય તેવા નાના પ્રાઇવેટ મિલકતને કે ટ્રાફિકને અડચણરૂપ ના હોય તેવા નાના ધંધાર્થીઓના લારી ગલ્લા હટાવવામાં કોઈ બહાદુરી નથી, ગરીબોની આજીવિકા છીનવી કોઈ શહેર સુંદર બની શકે નહી. આ પ્રકારનાં ટ્વીટ બાદ મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું, વહીવટી તંત્રની ડીમોલેશનમાં જો રસ હોય તો અમરેલી શહેર અને આ જીલ્લામા અનેક મોટા માથાઓએ દબાણ કર્યા છે તે દબાણ દૂર કરવા જોઈએ.