Saturday, September 18, 2021
Homeફોનની જાસૂસી : 7 દિવસથી વધારે ઉપયોગમાં ન લીધી હોય તે એપ...
Array

ફોનની જાસૂસી : 7 દિવસથી વધારે ઉપયોગમાં ન લીધી હોય તે એપ ડિલીટ કરો

ઈઝરાયલી મોબાઈલ જાસૂસી સોફ્ટવેર પેગાસસના ખુલાસા બાદ સામાન્ય લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે તેમના મોબાઈલ ફોન પર જાસૂસી થઈ રહી છે કે કેમ. અથવા કઈ રીતે જાસૂસીથી બચી શકાય. તપાસમાં સામે આવ્યું કે મોબાઈલ જાસૂસી માટે હાલ 100થી વધારે એપ અવેલેબલ છે.

આ એપ તમારા વોઈસથી લઈને ચેટ વાંચી શકે છે, ફોટોઝ ચોરી કરી શકે છે. જો કોઈ આ પ્રકારની એપનાં માધ્યમથી તમારા ડિવાઈસ સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરે તો શું સાવચેતી રાખવી જોઈએ? આ મામલે દિલ્હી સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ અને સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલ અને રાયપુર ASP અજય યાદવે સુરક્ષા માટેના કેટલાક ઉપાય જણાવ્યા છે…

તેમાં સૌથી મહત્ત્વનું છે કે તમારા મોબાઈલ ફોન પર એવી એપ હોય જે તમે છેલ્લા 7 દિવસથી ઉપયોગમાં નથી લીધી તો તેને તરત રિમૂવ કરવી જોઈએ. રાયપુરના ASPએ જણાવ્યું કે, અત્યાર સુધી જિલ્લામાં કોઈ વ્યક્તિએ પોલીસ સ્ટેશને આવી ફોન જાસૂસીની ફરિયાદ કરાવી નથી. જો આવી કોઈ શંકા હોય તો પોલીસની મદદ લેવી જોઈએ.

સાયબર અસુરક્ષાના માહોલમાં જીવવાનું છે, બચાવ જ સમજદારી
સાયબર એક્સપર્ટ દુગ્ગલના જણાવ્યા પ્રમાણે, પેગાસસ અત્યાર સુધીનું સૌથી સ્માર્ટ સ્પાયવેર છે. જોકે તેના સિવાય માર્કેટમાં મોબાઈલ હેક કરવા અને જાસૂસી માટે અનેક એપ અવેલેબલ છે. તેનાથી ફોનની જાસૂસી કરી શકાય છે. યુઝરની વાતચીત સાંભળી શકાય છે. મેસેજ અને ડેટા ચોરી કરી શકાય છે. આ વાત ક્લીયર સમજવી જોઈએ કે આપણે સાયબર અસુરક્ષાના માહોલમાં જીવીએ છીએ તેથી સાવચેતી જ આપણને બચાવી શકે છે. તમારા મોબાઈલ પર એ જ એપ્લિકેશન રાખો જેનો તમે સતત ઉપયોગ કરતા હો. નિયમિત જે એપનો ઉપયોગ કરતા નથી તેને ડિલીટ કરી દો.

મોબાઈલ કંપનીઓ સમયાંતરે સોફ્ટવેર અપડેટ આપતી હોય છે તેનાથી ફોનની ટેક્નિકલ ખામી દૂર થાય છે. તેથી આવી અપડેટને ડાઉનલોડ કરવી જોઈએ. પર્સનલ ડેટા અને ફોટોઝ, ફાઈનાન્શિયલ ડિટેલને તમારા ફોન પર ન રાખો. કોઈ પણ એપ ડાઉનલોડ કરો તો તેની પોલિસી વાંચો. આ સિવાય ગેમ અને ફેન્ટસી એપથી બચીને રહો.

નોન ઝીરો ક્લિક એપ
પેગાસસ નોન ઝીરો ક્લિલ એપ છે. તેનો અર્થ એ છે કે કોઈને તમારા ફોન પર જાસૂસ કરવી છે તો તે તમને કોઈ લિંક પર ક્લિક કરાવ્યા વગર આ કામ કરી લેશે. અર્થાત યુઝરને જાણ જ નહિ થાય કે તેના ફોનની જાસૂસી થઈ રહી છે. આ સિવાય જે સ્પાય એપ છે તે યુઝરને ગમે તે રીતે લિંક મોકલે છે યુઝર આ લિંક પર ક્લિક કરે તો જ હેકર જાસૂસી કરી શકે છે. તેથી અનનોન સોર્સની કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં વિચાર કરો. મોબાઈલ ક્લીનિંગ ટૂલનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તમારા મોબાઈલમાંથી સ્પાય એપ ક્લીન થશે.

સુરક્ષા નીતિ યોગ્ય રીતે લાગુ ન થવાને કારણે સાયબર ક્રાઈમમાં વધારો
કાયદાકીય રીતે દેશમાં દરેક વ્યક્તિને જે મૂળભૂત અધિકાર મળેલા છે તેમાં અનુમતિ વગર કોઈ પણ વ્યક્તિની જાસૂસી કરી શકાતી નથી. સરકારી એજન્સી પણ આવું દેશની અખંડતા અને સુરક્ષાના કેસમાં કરી શકે છે. તેના માટે સરકારી એજન્સીઓએ ગૃહ વિભાગના સચિવ સ્તરના અધિકારીઓને કારણ દર્શાવતા લેખિતમાં અનુમતિ માગવી પડે છે. તેમ છતાં દેશમાં સાયબર ક્રાઈમ વધી રહ્યો છે કારણ કે સુરક્ષા નીતિ કારગર રીતે લાગુ થતી નથી.

જાસૂસીની કોઈ ફરિયાદ નહિ
રાયપુર ASP યાદવે જણાવ્યું કે, રાજધાનીમાં મોબાઈલ જેવા ડિવાઈસ હેક કરી છેતરપિંડના કેસ સામે આવ્યા છે. ફેક પ્રોફાઈલના પણ 1-2 કેસ સામે આવ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈના મોબાઈલની જાસૂસીની ફરિયાદ નોંધાઈ નથી. ઘણી બધી એપ છે જેથી તેની આશંકાઓ વધી રહી છે. જો તમને લાગે કે તમારા મોબાઈલની જાસૂસી થઈ રહી છે તો કેટલાક સંકેત મળી શકે છે. તેવામાં પોલીસ અને સાયબર સેલને જાણ કરો. કોઈ નવી એપ ડાઉનલોડ કરતાં બચો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments