સૌ યુનિ.ના કેમ્પસમાં કર્મચારીનો દારૂની બોટલ સાથે ફોટો વાઈરલ

0
2

રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં પરીક્ષા વિભાગના કર્મચારીનો દારૂની બોટલ સાથે ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ અંગે ઉપકુલપતિ વિજય દેસાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,આવી હરકત સાંખી લેવામાં નહીં આવે. દારૂની ઘટના અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવશે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણનું ધામ ગણાતી વિશ્વવિદ્યાપીઠમાં કચરામાં પણ પેન, પેન્સિલ, કાગળ જેવી વસ્તુઓ નીકળતી હોય છે એવામાં કેમ્પસમાં શરાબની બોટલ મળતા અનેક સવાલો ઉપસ્થિત થયા છે.

કેમ્પસમાં શરાબની બોટલ મળતા અનેક સવાલો ઉપસ્થિત
કેમ્પસમાં શરાબની બોટલ મળતા અનેક સવાલો ઉપસ્થિત

 

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

વધુમાં ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, હાલ અમને સમગ્ર ઘટનાની વિગત મળી છે માટે અત્યારે જ દારૂના ફોટો બાબતે તપાસ સમિતિની રચના કરી વિગતે તપાસ કરવામાં આવશે. દારૂ કોણ લઈને આવ્યું અને કોણ કોણ મહેફિલ માણતું હતું તેના CCTV તપાસવામાં આવશે. અને જો પુરાવા મળશે તો જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉપકુલપતિ ડો. વિજય દેસાણી
ઉપકુલપતિ ડો. વિજય દેસાણી

 

આ પ્રકરણમાં શું તપાસ કરશે તે જોવું રહ્યું

યુનિવર્સિટી કેમ્પસ એટલું વિશાળ છે કે અહીં કોઈ વ્યક્તિ બહારથી બોટલો ફેંકવા ન આવે અને રહેણાક વિસ્તારો પણ અહીંથી દૂર છે, આ ઉપરાંત દરરોજ સાંજે જે લોકો યુનિવર્સિટી કેમ્પસમાં વોકિંગ કરવા આવતા એ પણ કોરોનાને કારણે બંધ કરી દેવાયું છે. સાંજે લોકો માટે પ્રવેશબંધી કરી છે, કેમ્પસમાં 30થી વધુ સિક્યોરિટી ગાર્ડ પણ રખાયા છે છતાં શિક્ષણના ધામમાં સત્તાધીશોની જાણ બહાર આ પ્રકારની પ્રતિબંધિત પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની શંકા ઉપજી છે. ત્યારે હવે યુનિવર્સિટીના સત્તાધીશો આ પ્રકરણમાં શું તપાસ કરશે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here